થોડા દિવસોમાં મહાદેવને અધિક પ્રિય એવો શ્રાવણ મહિનો શરુ થવાનો છે. આ મહિનામાં મહાદેવજીની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપે છે, તમને દરેક પૂજાનું બે ગણુ ફળ મળે છે. પણ આ વર્ષે એક પ્રશ્ન દરેકના મનમાં ઉદ્ભવી રહ્યો છે કે આખરે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો ક્યારે? આ વર્ષે અધિક માસ(પુરુષોત્તમ મહિનો) પણ છે, જેનાં કારણે અધિક-શ્રાવણ એમ 2 મહિના રહેશે.
ચાલો વિગતવાર જાણીએ અધિક માસ ક્યારથી શરુ થશે, શ્રાવણ ક્યારથી શરુ થશે અને ઉપવાસ ક્યારે કરવા.
અધિક મહિનો ક્યારથી શરુ થશે?
આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા જણાવી દઈએ કે આ વર્ષે ખૂબ શુભ સંયોગ રચાયો છે. શ્રાવણ પહેલા અધિક આવવાના કારણે અધિક-શ્રાવણ મહિનાનું નિર્માણ થઈ રહ્યું છે. જે ભગવાન વિષ્ણુ અને શંકરની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે.
તારીખની વાત કરીએ તો 18 જુલાઈ 2023થી અધિક મહિનો શરુ થશે અને 16 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. શ્રાવણ મહિનો 17 ઓગસ્ટ 2023થી શરુ થશે અને 15 સપ્ટેમ્બર સુધી ચાલશે.
શ્રાવણ મહિનાનો ઉપવાસ ક્યારે કરવો
શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અધિક+શ્રાવણનો અદ્ભુત સંયોગ રચાયો હોવાથી 2 મહિના ઉપવાસ કરવા હિતાવહ છે. જો એકલો શ્રાવણ મહિનો કરવો હોય તો 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી કરી શકો છો.સંપૂર્ણ 2 મહિના ઉપવાસ કરવા હોય તો 18 જુલાઈથી 15 સપ્ટેમ્બર 2023 સુધી અધિક-શ્રાવણનો ઉપવાસ કરવો.
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે?
17 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થાય છે તે દિવસે ગુરુવાર છે તેથી 21 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે.
શ્રાવણ મહિનામાં આવતા મુખ્ય તહેવારની તારીખ
રક્ષા બંધન- 30 ઓગસ્ટ
જન્માષ્ટમી- 7 સપ્ટેમ્બર
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)