હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જાતકોને શનિ દોષમાંથી મુક્તિ મળે છે. પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એ પણ કારણ છે પીપળાને પૂજવામાં આવે છે. પીપળાના ઝાડ નીચે જળ ચઢાવવા અને જળ ચઢાવવાથી પુણ્ય ફળ મળે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
પીપળાના વૃક્ષની પૂજા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ કહેવામાં આવે છે કે આ વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપે છે, એટલા માટે તેને ધર્મ સાથે જોડવામાં આવ્યું. જેથી લોકો આ વૃક્ષને ન કાપે. ઋષિ-મુનિઓના જ્ઞાન બાદથી પીપળાની પૂજા થાય છે. જો કે, અન્ય પૌરાણિક માન્યતા અનુસાર, પીપળાની પૂજાના કારણોનું રહસ્ય મહર્ષિ દધીચિ સાથે સંબંધિત છે.
પીપળાની પૂજા કરવા પાછળનું રહસ્ય
પીપળના વૃક્ષની પૂજાનું રહસ્ય મહર્ષિ દધીચિ સાથે સંબંધિત છે. જ્યારે મહર્ષિ દધીચિનો સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમની પત્ની વિયોગ સહન કરી શકી નહીં અને તેમના 3 વર્ષના બાળકને પીપળાના ઝાડ નીચે રાખીને સતી થઈ. મહર્ષિ દધીચિનો પુત્ર તેના માતા-પિતાના ગયા પછી અનાથ બન્યો, ત્યારબાદ તે પીપળાના ખોળામાં એટલે કે ફળો ખાઈને પીપળના ઝાડ નીચે મોટો થયો. આ કારણે તેનું નામ પિપ્પલાદ પડ્યું.
દેવર્ષિ નારદ એકવાર ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ બાળકને જોયો અને પૂછ્યું કે તે કોણ છે. બાળકે કહ્યું કે તે પોતે આ વાત જાણવા માંગે છે. ત્યારે દેવર્ષિ નારદે બાળક તરફ ધ્યાનથી જોયું અને કહ્યું કે તે મહર્ષિ દધીચિનો પુત્ર છે. દેવર્ષિ નારદે કહ્યું કે તમારા પિતા મહર્ષિ દધીચિનું 31 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ શનિદેવની મહાદશા હતી.
બ્રહ્માજીએ આપ્યું વરદાન
પિપ્પલાદે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસે વરદાન માંગ્યું કે તેઓ જે જુએ છે તેનો નાશ કરવો જોઈએ. બ્રહ્માજીએ પિપ્પલાદને આ વરદાન આપ્યું હતું. આ પછી પિપ્પલાદે શનિદેવને પોતાની સામે આવવા કહ્યું અને તેમને દૃષ્ટિથી નાશ કરવા લાગ્યા. આવી સ્થિતિમાં, બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો અને બ્રહ્માજી પિપ્પલાદની સામે આવ્યા અને તેમને શનિદેવને છોડવા માટે કહ્યું. બ્રહ્માજીએ પિપ્પલાદને બે વરદાન આપવા કહ્યું.
પિપ્પલાદે પીપળાની પૂજા કરવાનું વરદાન માંગ્યું
1.પિપ્પલાદે પહેલું વરદાન માંગ્યું કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકને શનિની મહાદશા ન હોવી જોઈએ. જેથી અન્ય કોઈ બાળક મારા જેવું અનાથ ન બને.
2. પીપળાના વૃક્ષે પોતે આશ્રય આપ્યો અને મારુ અનાથનું પાલન-પોષણ કર્યું. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને શનિ મહાદશા અને શનિ દોષથી મુક્તિ મળે. પીપળાના ઝાડને જળ ચઢાવનાર પર શનિની મહાદશાનો પ્રભાવ નહીં પડે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)