હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાનું વિશેષ મહત્વ છે. પૂજા-પાઠ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. સાથે જ સાચા મનથી ભક્તિ ભાવ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. પુરાણોમાં ઘણા છોડ-વૃક્ષોનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.
તુલસી અને શમી જેવા છોડની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે.
હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. લગભગ દરેક હિન્દુના આંગણામાં તુલસીનો છોડ વાવેલો હોય છે.
તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. એવી માન્યતા છે કે દરરોજ સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો દરરોજ સવારે દીવા પ્રગટાવીને વિધિ-વિધાન અનુસાર તુલસીની પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં એક દિવસ એવો હોય છે જ્યારે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. ચાલો જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી અને પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી તુલસીને જળ ચઢાવવાના નિયમો.
રવિવારે તુલસીને જળ ચઢાવવું નહીં
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેનાથી ધન લાભ થાય છે. પરંતુ રવિવારે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી માતા લક્ષ્મી ખૂબ નારાજ થાય છે. રવિવારે તુલસીને જળ અર્પણ કરવાથી ધન હાનિ થાય છે.
એવી પૌરાણિક માન્યતા છે કે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે રવિવારે નિર્જળા ઉપવાસ કરે છે. આ કારણથી આ દિવસે તેમને જળ ન ચઢાવવું જોઈએ. આ દિવસે જળ ચઢાવવાથી તેમનું વ્રત ખંડિત થઇ શકે છે. એટલા માટે રવિવારે તુલસીના છોડમાં જળ ન ચડાવવું જોઈએ. જો તમે પણ તુલસીને જળ ચડાવતા હોવ તો હવે આમ કરવાનું બંધ કરી દો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)