fbpx
Thursday, January 16, 2025

લક્ષ્‍‍મી નારાયણ યોગ રચાશે શુક્ર-બુધની યુતિથી, વરદાન સમાન છે આ 3 રાશિઓ માટે

જુલાઈ મહિનામાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્‍મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. લક્ષ્‍મી નારાયણ યોગ બનવાને કારણે 3 રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે, કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શુક્ર અને બુધની એક જ રાશિમાં યિત થાય છે ત્યારે લક્ષ્‍મી નારાયણ યોગ બને છે.

આવી સ્થિતિમાં 25 જુલાઈથી સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિ થવા જઈ રહી છે, જેના કારણે લક્ષ્‍મી નારાયણ યોગ બનશે.

લક્ષ્‍મી નારાયણ યોગ ક્યારથી ક્યાં સુધી છે?: 7 જુલાઈના રોજ સવારે 04:28 વાગ્યે શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે અને 7 ઓગસ્ટ સુધી રહેશે. બીજી તરફ, બુધ ગ્રહ 25 જુલાઈના રોજ સવારે 04:38 કલાકે સિંહ રાશિમાં ગોચર કરશે, જે 1લી ઓક્ટોબરે રાત્રે 08:45 વાગ્યા સુધી તેમાં રહેશે.

જો આ રીતે જોવામાં આવે તો 25મી જુલાઈએ સિંહ રાશિમાં બુધ અને શુક્રનો યુતિ થશે અને તે 7 ઓગસ્ટ સુધી રહેશે. આવી સ્થિતિમાં 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી લક્ષ્‍મી નારાયણ યોગ રહેશે. 7 ઓગસ્ટે સવારે 10:37 કલાકે શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે અને આ લક્ષ્‍મી નારાયણ યોગ સમાપ્ત થશે. ચાલો તમને જણાવીએ લક્ષ્‍મી નારાયણ યોગ 2023નો રાશિઓ પર કેવો પ્રભાવ પડશે.

મિથુનઃ મિથુન રાશિના લોકો માટે લક્ષ્‍મી નારાયણ યોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ યોગના કારણે તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે જૂના દેવાથી મુક્તિ મેળવી શકશો. શુક્ર અને બુધની સકારાત્મક અસરથી કરિયરમાં પ્રગતિની તકો રહેશે.

નોકરીયાત લોકો માટે 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીનો સમય સારો રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને લોકો તમારાથી પ્રભાવિત પણ થશે. વેપારી માટે પણ સમય અનુકૂળ રહેશે.

કન્યા: લક્ષ્‍મી નારાયણ યોગ તમારી રાશિના જાતકો પર સકારાત્મક અસર કરશે. આ સમય દરમિયાન તમારી આવકમાં સારો વધારો થઈ શકે છે. આ કારણે તમારી આર્થિક બાજુ પહેલા કરતા સારી રહેશે. ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે, તેના કારણે વેપારમાં પણ લાભની તકો આવશે.

તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેના કારણે આખો પરિવાર ખુશ દેખાશે. સંપત્તિ સંબંધિત વિવાદોમાં તમને સફળતા મળી શકે છે. એકવાર મામલો ઉકેલાઈ જાય, પછી તમને મોટો ધન લાભ મળી શકે છે.

તુલાઃ લક્ષ્‍મી નારાયણ યોગ તમારી રાશિના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ સમયે ભાગ્યના વર્ચસ્વને કારણે ધંધામાં ખૂબ વૃદ્ધિ થશે અને નફો પણ નોંધપાત્ર રહેશે. નોકરીયાત લોકોની આવકમાં પણ વધારો થશે. આવકમાં વધારો થવાથી ખર્ચનો તણાવ ઓછો થશે.

જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે રોકાણ કરવા માંગો છો તો સમય યોગ્ય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles