હિન્દી કેલેન્ડર અનુસાર શરૂ થઈ ગયો શ્રાવણ, ગુજરાતી કેલેન્ડર અનુસાર 18 જુલાઈથી શરૂ થશે શ્રાવણ
4 જુલાઈ મંગળવારે શ્રાવણના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ચુકી છે. શ્રાવણને શિવજીનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. જેમાં ભોલેનાથની ખાસ કૃપા ભક્તો પર વરસે છે. આર્થિક તંગીથી ઝઝુમી રહેલા લોકો દ્વારા શ્રાવણમાં શિવજીનો પ્રિય છોડ ઘર આગણે લગાવવાથી સમસ્યા દૂર થશે.
વાસ્તુ અનુસાર લગાવો બિલિપત્રનો છોડ
હકીકતે ભગવાન શિવને બિલિપત્રવના ફૂલ અને ફળ ખૂબ જ પ્રિય છે. વગર બિલિપત્રએ ભોલેનાથની કોઈ પુજા નથી થઈ શકતી. માન્યતા છે કે જે પણ ઘરમાં વાસ્તુના અનુસાર બિલિપત્રનો છોડ લગાવવામાં આવે છે. ત્યાં વાસ્તુ દોષ નથી થતો.
તેની સાથે જ બિલિપત્રનો છોડ લગાવવાથી ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી ઘરમાં આર્થિક તંગી નથી આવતી. ત્યાં જ શ્રાવણના પવિત્ર મહિનામાં તુલસીનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તુલસીને દરરોજ ચડાવો જળ
માન્યતા છે કે જો કોઈ શ્રાવણ મહિનામાં તુલસીના છોડને રોજ જળ ચડાવે છે તો તેનાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને શ્રાવણની સાથે સાથે તમે કાર્તક મહિનામાં પણ લગાવી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)