ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે તેના માટે લોકો શું-શું નથી કરતા. પરંતુ તે બાદ પણ કોઇને કોઇ મુશ્કેલી આવતી રહે છે. જો કે આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવાના ઉપાયો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દ્વાર પર પાણી ભરેલુ વાસણ મુકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે અને નકારાત્મક શક્તિઓ નષ્ટ થઇ જાય છે.
માનવામાં આવે છે કે ઘરની બહાર પાણી ભરેલું વાસણ રાખનાર વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.
નકારાત્મક ઉર્જાનો થશે નાશ
પાણીને વિજ્ઞાનમાં જ નહીં પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પાણીને એવો સ્ત્રોત માનવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાઓને નષ્ટ કરવામાં મદદ કરે છે. તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું વાસણ મુકવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી ખરાબ શક્તિને મુખ્ય દ્વારની અંદર આવતી રોકી શકાય છે અને ઘરના લોકોને તે દુર્ભાગ્યથી બચાવે છે. આ ઉપરાંત તે તમારા જીવનની અન્ય ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે લાભકારક હોઇ શકે છે.
વાતાવરણ શુભ બનાવવામાં કરે મદદ
વાતાવરણને શુભ બનાવવા માટે તમે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલુ વાસણ મુકી શકો છો. તે ઘરે આવતા મહેમાનોના સ્વાગત માટે પણ એક સારી રીત હોઇ શકે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે પાણીનું વાસણ મહેમાનો માટે એક નયનરમ્ય દ્રશ્ય પ્રસ્તુત કરે છે અને તે આતિથ્યનું પ્રતીક છે.
પાણી ભરેલુ વાસણ મુકવાના નિયમ
- વાસણ એવી સામગ્રીથી બનેલુ હોવુ જોઇએ જે વાસ્તુ શાસ્ત્રને અનુકૂળ હોય, જેમ કે તાંબુ કે પીત્તળ.
- નિયમિતરૂપે વાસણનું પાણી બદલતા રહેવું જોઇએ અને વાસણને પણ સારી રીતે સાફ કરતા રહો.
- ઘરના દરવાજા પર પાણીનું વાસણ રાખવા માટે કોઇ વાસ્તુ વિશેષજ્ઞ પાસેથી યોગ્ય સ્થાનની પસંદગી કરાવો.
- વાસણને કોઇ ટેબલ અથવા પાટલા પર મુકવું વધુ યોગ્ય છે. જેથી તે મહેમાનોને સરળતાથી દેખાય.
- ઘરના દરવાજા પર પાણીનું વાસણ રાખતા પહેલા ધ્યાન રાખો કે તેના પર સીધો તડકો ન આવતો હોય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)