દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. જે ભગવાન ગણેશને સમર્પિત છે. જેમ ભોલેનાથની આરાધના માટે શ્રાવણ મહિનો વિશેષ માનવામાં આવે છે, તેવી જ રીતે સંકષ્ટી ચતુર્થીનો દિવસ ગણપતિને ખૂબ જ પ્રિય છે.
કઈ તારીખે રાખવામાં આવશે સંકષ્ટી ચતુર્થીનું વ્રત
તારીખ 6 જુલાઇને ગુરુવારે સવારે 6.30 કલાકે શરૂ થશે અને 7મી જુલાઇને શુક્રવારે સવારે 3.12 કલાકે પૂર્ણ થશે.
આ કિસ્સામાં, ઉદિત તિથિ અનુસાર, ગજાનન સંકષ્ટી ચતુર્થીનું વ્રત 6 જુલાઈએ રાખવામાં આવશે.
સંકષ્ટી ચતુર્થીના વિશેષ ઉપાય
- સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને પીળા કલરના ફૂલ, મોદક અને ગોળ અર્પણ કરવા જોઈએ.
- એવું માનવામાં આવે છે કે શ્રીગણેશને સિંદૂર ખૂબ જ પ્રિય છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે શ્રીગણેશને સિંદૂરથી તિલક લગાવીને પૂજા કરો. સિંદૂર સુખ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ગણપતિને સિંદૂર અર્પણ કરવાથી જીવનમાં સૌભાગ્ય આવે છે.
- જો ધનની ઈચ્છા હોય તો સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
- ગણેશજીના મંત્ર ‘ઓમ શ્રી ઓમ હ્રીં શ્રીં હ્રીં ક્લીં શ્રીં ક્લીમ વિત્તેશ્વરાય નમઃ’ના 11 માળા જાપ કરો.
- સંકષ્ટી ચતુર્થીના દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે તેને શમીના પાન ચઢાવવાથી દુઃખ અને ગરીબી દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)