7 જુલાઈએ સવારે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્રને પ્રેમ, ધન. ઐશ્વર્ય અને સૌંદર્યનો કારક માનવામાં આવે છે. આ દરમ્યાન શુક્રનુ ગોચર સૂર્યની રાશિ સિંહમાં થશે, ચાલો જોઈએ આ ગોચરની તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન વગેરે રાશિઓ પર કેવી થશે અસર…
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી પોતે શુક્ર છે અને આઠમા ઘરના સ્વામી થઈ 11મા ભાવમાં વિરાજમાન છે.
જો તમે આ સમયે બિઝનેસમાં પાર્ટનરશીપ કરવા અંગે વિચાર કરી રહ્યાં હોવ, તો હાલ આ વિચાર મોકૂફ રાખવો યથાવત રહેશે. આના બદલે તમારું પોતાનુ સ્ટાર્ટઅપ કરવું વધુ યોગ્ય રહેશે.
તમારું સારું કામ બોસની નજરમાં આવી શકે છે અને તમને પ્રમોશન પણ મળી શકે છે. તમે અંગત સંબંધોમાં ડિસ્ટર્બન્સનો અનુભવ કરી શકો છો, તેથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને અલગ અલગ રાખવાનો પ્રયાસ કરો. સામાજિક જીવનમાં તમારી પ્રગતિ વધશે, જેના કારણે તમારા માન-સન્માનમાં વધારો થશે. ઘર, પરિવાર અને પ્રેમ જીવનમાં ખુશીઓનો માહોલ રહેશે. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ
શુક્ર 7મા તથા 12મા ભાવનો સ્વામી થઈ અને 10મા ભાવમાં વિરાજમાન છે. આ સમયે તમે તમારા ધંધામાં વધારો કરી શકો છો, આ માટે તમે સારી ટીમ પણ તૈયાર કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને કેટલાક લોકોને નોકરી બદલવાની પણ તક મળી શકે છે.
તમારી દૂરગામી સોચને કારણો આવનારા સમયમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર છે. નાની બેદરકારી પણ મોટી સમસ્યાનુ રૂપ લઈ શકે છે. સોશિયલ પ્લેટફોર્મ પર લોકો તમને ઓળખશે. વિદ્યાર્થીઓના પરિણામોને લઈને ડરવાની જરૂર નથી, તેમને આશા કકરતા વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે.
ધન રાશિ
છઠ્ઠા અને ગિયારમાં ભાવનો સ્વામી 9મા ભાવમાં વિરાજમાન છે. આ સમયે તમારા બિઝનેસની માર્કેટ વેલ્યૂમાં વધારો થશે, જે તમારી આવકમાં વૃદ્ધિનું કારણ પણ બનશે. તમારા બોસ તમારાથી ખુશ થશે અને તમારો પગાર વધારો પણ કરી શકે છે. નોકરીમાં તમારી સકારાત્મકતા તમને ટોપ પર પહોંચાડશે.
તમારે પેટના દુ:ખાવા, તાવ, માથાનો દુ:ખાવો, શરીરમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘર, પરિવાર અને લવ લાઈફમાં ચાલી રહેલી જૂની સમસ્યાઓ હવે અંત તરફ આગળ વધશે, જેના કારણે સંબંધ વધુ મજબૂત થશે. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓના જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે.
મકર રાશિ
શુક્ર પાંચમા અને દશમામા ભાવનો સ્વામી છે, જે હાલ આઠમા ભાવમાં વિરાજમાન છે. આ સમયે તમારા બિઝનેસ અસેટ્સમાં ઘટાડો આવી શકે છે. અત્યારે યોગ્ય મની મેનેજમેન્ટ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. બેરોજગાર લોકોને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં અઢળક સંભાવનાઓ જોવા મળી શકે છે, માત્ર યોગ્ય સમયે તક ઝડપી લેવી જરૂરી રહેશે. બેરોજગાર લોકોને નોકરી માટે સુવર્ણ તકો પ્રાપ્રત થશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સતર્કતા દાખવવાની તાતી જરૂર રહેશે. હાલ તમારે વધારેથી વધારે પ્રોટીનયુક્ત આહાર લેવો અને ખાવામાં વિવેક રાખવો. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. જેના કારણે તમે માનસિક શાંતિ અને સુકૂનનો અનુભવ કરશો. ટેકનોલોજી સાથે સુસંગત વિદ્યાર્થીઓ માટે નવા માર્ગો ખુલશે.
કુંભ રાશિ
શુક્ર ચોથા અને નવમા ભાવનો સ્વામી છે, જે સાતમા ભાવમાં વિરાજમાન છે. કોન્ટ્રાક્ટ, પ્રિન્ટિંગ, ફેશન, આર્ટ અને મ્યૂઝિક તથા ગાર્મેન્ટ સાથે સંકળાયેલા બિઝનેસમાં નફો થઈ શકે છે. જો તમે કોરોનાને કારણે તમારી નોકરી ગુમાવી છે, તો હવે તમે ફ્રીલાન્સિંગ કરવાની શરૂઆત કરી શકો છો. સામાજિક કાર્યોમાં તમારો રસ વધશે. પરિવારમાં પરસ્પર મતભેદ સર્જાઈ શકે છે, જો કે સમય અને પરિસ્થિતી પ્રમાણે યોગ્ય ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ માટે સમય સાનુકૂળ છે.
મીન રાશિ
શુક્ર ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે અને છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે. હાલ તમારે બિઝનેસ ડીલ કરકા સમયે કાયદાકીય સલાહ અચૂક લેવી જોઈએ. જો આવું ન થાય તો તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેરોજગારો આ સોનેરી તક હશે કે જ્યાં તે કેટલીક નવી ટેક્નોલોજીઓ શીખી શકશે, ખૂબ જ ટૂંક સમયમાં આ લોકોને નોકરી કરવાની તક મળી શકે છે. તમારો જુસ્સો વધશે. તમારા નાના ભાઈ-બહેનોના સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જરૂરી છે. તમારો જીવનસાથી દરેક રસ્તા પર તમારો સાથ આપશે. સમાજમાં તમારું સન્માન વધશે સાથે જ તમારા વિરોધિઓ પર તમે પોતાનુ પ્રભુત્વ જમાવી શકશો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)