આજે 6 જુલાઇ ગુરુવારે સંકષ્ટી ચતુર્થી છે, તેને ગજાનન સંકષ્ટી ચતુર્થી પણ કહે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા અને પોતાની મનોકામના પૂર્તિ માટે સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ. જે લોકો કોઇપણ પ્રકારના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, તેમણે આ વ્રત જરૂર કરવું જોઇએ કારણ કે તેના પુણ્ય પ્રભાવથી સંકટ દૂર થાય છે.
તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રત અને પૂજા વિધિ, ચંદ્ર અર્ધ્ય સમય, પૂજા મુહૂર્ત અને જ્યોતિષ ઉપાય.
સંકષ્ટી ચતુર્થી 2023 મુહૂર્ત
- અષાઢ વદ ચતુર્થી તિથિનો પ્રારંભ- ગુરુવારે સવારે 06 વાગીને 30 મિનિટથીવદ ચતુર્થી તિથિનું સમાપન- શુક્રવાર, સવારે 03 વાગીને 12 મિનિટે
- પ્રીતિ યોગ- ગુરુવારે પ્રાત:કાળથી લઇને મોડી રાત સુધી
- સંકષ્ટી ચતુર્થી પૂજા મુહૂર્ત- સવારે 05 વાગીને 26 મિનિટથી સવારે 10 વાગીને 40 મિનિટે
- ચંદ્ર અર્ધ્યનો શુભ સમય- રાતે 10 વાગીને 12 મિનિટે
સંકષ્ટી ચતુર્થી પર પંચક અને ભદ્રાનો ઓછાયો
સંકષ્ટી ચતુર્થીના દિવસે પંચક અને ભદ્રાનો ઓછાયો છે. ભદ્રા સવારે 05.29 વાગ્યાથી સવારે 06.30 વાગ્યા સુધી છે. તેવામાં પંચક બપોરે 01.38 વાગ્યાથી શરૂ થશે અને આવતીકાલે 06.29 વાગ્યા સુધી રહેશે.
સંકષ્ટી ચતુર્થી વ્રત અને પૂજા વિધિ
આજે સવારે સ્નાન કર્યા બાદ સંકષ્ટી ચતુર્થી વ્રત અને ગણેશ પૂજાનો સંકલ્પ કરો. તે બાદ શુભ મુહૂર્તમાં એક ચોકી પર પીળુ અથવા લાલ વસ્ત્ર પાથરીને ગણપતિની મૂર્તિની સ્થાપના કરો. તે બાદ તેનો અભિષેક કરો. તેને વસ્ત્ર, જનોઇ, ચંદન, ફૂલ, માળા વગેરેથી સુશોભિત કરો. ગણપતિ બાપ્પાની પૂજા, અક્ષત, સિંદૂર, પાન, સોપારી, દૂર્વા, હળદર, ધૂપ, દીપ, ફળ, ફૂલ વગેરેથી કરો.
બાપ્પાને તુલસીના પાન ન ચઢાવો. ગણેશજીને મોદક અથવા લાડુ અર્પણ કરો. ઓમ ગં ગણપતયે નમો નમઃ મંત્રનો જાપ કરો. ગણેશ ચાલીસા અને સંકષ્ટી ચતુર્થીના વ્રતનો પાઠ કરો. ત્યાર બાદ ગણેશજીની વિધિવત આરતી કરો. પૂજા કર્યા પછી, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.
રાત્રે ચંદ્રની પૂજા કરો. દૂધ અને જળમાં અક્ષત અને સફેદ ફૂલ નાખીને ચંદ્રદેવને અર્ઘ્ય ચઢાવો. સંકષ્ટી ચતુર્થી વ્રત ચંદ્રની પૂજા કરવાથી ફળદાયી બને છે. ત્યારપછી તેને વિધિ વિધાન અનુસાર પારણા કરીને વ્રત પૂર્ણ કરો.
ધન-સમૃદ્ધિ માટે ગણેશજીના ઉપાયો
આજે ગણેશ પૂજાના સમયે ગજાનન મહારાજના પેટ પર 11 દુર્વાનાં પાન ચોંટાડો. રૂણહર્તા ગણેશ સ્તોત્ર વાંચો. તમારા ઘરમાં ધન આવવા લાગશે. ઋણમાંથી મુક્તિ મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે.
આજે ગણેશ પૂજા દરમિયાન ગણપતિ બાપ્પાને લાલ સિંદૂર ચઢાવો. પૂજા પછી તે સિંદૂર તેમના ચરણોમાં લગાવો અને કપાળ પર તિલક લગાવો. ગણેશજીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)