થોડા દિવસોમાં મહાદેવનો પ્રિય એવો શ્રાવણ માસ શરુ થવાનો છે. 17 ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો શરુ થશે અને ભક્તો શિવજીની ઉપાસનામાં લીન થઈ જશે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ઉપાયો કરવાથી આપણાં જીવનમાં પણ સુખાકારી વધે છે. આજે અમે તમને શ્રાવણ માસમાં કરાતાં દાંપત્ય જીવનને લગતા ઉપાયો જણાવી રહ્યા છીએ. જેને અપનાવતા તમને સુખી દાંપત્ય જીવનનો અનુભવ થશે.
અપરિણીત જાતકો માટે
જો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ હોય અને પાર્ટનરની શોધમાં હોવ તો પાણીમાં થોડી કેસર, દૂધ અને લાલ ફૂલ નાંખીને શિવલિંગ પર અર્પણ કરો. સોમવારનું વ્રત પણ કરી શકો છો. જેનાંથી તમને ઈચ્છિત પાર્ટનરની શોધ પૂરી થાય છે.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવવા
જો તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ નથી તો શિવલિંગ પર દૂધમાં થોડા કાળા તલ નાંખીને અર્પણ કરવા. જેથી શનિ-રાહુની દૂષિત નજર તમારા પર પડતી નથી અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાય છે.
વારંવાર થતા ઝઘડા અટકાવવા
શ્રાવણમાં માત્ર મહાદેવ નહીં પાર્વતી માતાની પૂજા-અર્ચના પણ કરવી જોઈએ. દરરોજ સવારે દીવો કરી
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चेની માળા કરવી તમને શુભ પરિણામ આપશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)