આજે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી તિથિ, શતિભિષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ, કૌલવ કરણ અને શુક્રવારનો દિવસ છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 18 જુલાઈથી શરૂ થશે. આજે આખો દિવસ પંચક લાગેલું છે. કાલથી તેનો પ્રારંભ થયો. આ બવે 10 જુલાઈ સુધી રહેશે.
આજે શુક્રવારે આયુષ્માન યોગમાં માતા લક્ષ્મીની પૂજા કરો. માતા લક્ષ્મી ધન અને વૈભવના દેવી છે.
તેમના અલગ અલગ સ્વરૂપ પણ છે. તેમને અષ્ટલક્ષ્મીના નામથી જાણવામાં આવે છે. શુક્રવારે માતા ધન લક્ષ્મીની પૂજા કરો. તમારા ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. આજના દિવસે પૂજામાં માતા લક્ષ્મીને કમળનું ફૂળ કે પછી લાલ રંગનું ગુલાબ, નારિયેળ, કમલગટ્ટા, શંખ, ધૂપ, દીપ, નિવેધ વગેરેનો ઉપયોગ કરો. માતા લક્ષ્મીની પૂજામાં પીળા રંગની કૌડી કે સફેદ કોડી પર હળદરનો તિલક લગાવીને ઉપયોગ કરી શકાય છે.
આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા
આજના દિવસે તમે શ્રીયંત્રની પૂજા કરો. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. કમલગટ્ટાની માળાથી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. શુક્રવાર વ્રત કથાનો પાઠ કરો અને શ્રીસુક્ત કે કનકધારા સ્તોત્રનો પાઠ કરો. તેનાથી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભ પણ થશે. આજના દિવસે માતા લક્ષ્મીને ગુલાબી રંગના વસ્ત્ર અર્પિત કરો.
શુક્રવાર વ્રત અને શુક્ર ગ્રહના મંત્રોનો જાપ કરવાથી કુંડળીનો શુક્ર દોષ દૂર થશે. તમારૂ શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. શુક્ર દોષ થવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા અને રોગ પેદા થાય છે. શુક્રને મજબૂત કરવા માટે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ દાન કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)