હિંદુ ધર્મમાં વાસ્તુનું વિશેષ મહત્ત્વ છે. ઘર બનાવવાથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પરંતુ તુલસી સુકાવી ના જોઈએ.
સુકી તુલસી અને તેના પાનનું ખાસ મહત્ત્વ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ધનવર્ષા થાય છે. આવો જાણીએ સુકી તુલસીના ઉપાય.
લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે રાખો- હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. નિયમિતરૂપે આ છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. સુકી તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ હોય છે. સુકી તુલસીના પાન લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે મુકી દો, જેથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે પાનની સુગંધથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
બાળ ગોપાળને નવડાવો- તમારા ઘરમાં બાળ ગોપાળ છે, તો તમે નિયમિતરૂપે બાળ ગોપાળને તુલસીના પાનથી નવડાવી શકો છો. જે માટે પાણીમાં સુકા પાન નાખો અને તે પાનથી બાળ ગોપાળને સ્નાન કરાવો, જે શુભ માનવામાં આવે છે.
ભગવાન કૃષ્ણને ભોગ લગાવો- ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે. તમે કોઈ મિઠાઈમાં સુકા પાન મિશ્ર કરીને ભગવાન કૃષ્ણને તે ભોગ ધરાવી શકો છો. જેથી કૃષ્ણ ભગવાન ખુશ થાય છે. નિયમિતરૂપે આ ઉપાય કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)