શ્રાવણ મહિનો હોય, સોમવાર હોય કે ભગવાન શિવનો કોઈ પ્રિય દિવસ આપણે તે દિવસે પૂજામાં બિલીપત્ર અવશ્ય અર્પિત કરીએ છીએ. બિલીપત્ર શિવને ખૂબ પ્રિય છે કારણ કે તે તેમને ઠંડક આપે છે. બિલીપત્ર વગર ભગવાન શિવની પૂજા અધૂરી છે. ઘણી વખત આપણે જાણ્યા વગર જ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવીએ છીએ.
બિલીપત્ર તોડવાનો નિયમ છે અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાની પદ્ધતિ છે, જેમાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે. બિલીપત્ર ચઢાવવાના અનેક ફાયદાઓ પણ હોય છે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો.કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી જાણીશું કે બિલીપત્ર ચઢાવવાની યોગ્ય વિધિ શું છે.
જાણો બિલીપત્ર ચઢાવવાની વિધિ
જ્યારે પણ તમે શિવની પૂજા કરવા જાઓ છો, ત્યારે સૌથી પહેલા બિલીપત્રને ચોખ્ખા પાણીથી સારી રીત સાફ કરી લો. ત્યારબાદ શિવલિંગથી સ્પર્શ કરીને બિલીપત્રની નરમ બાજુ અર્પિત કરો. આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપરાંત બિલીપત્ર ચઢાવવાનો મંત્ર પણ છે.
બિલીપત્ર 3 પાનનું હોવું જોઈએ અને તે આખું હોવું જોઈએ એટલે કે કાપેલા અને ફાટેલા ન હોવા જોઈએ. તેના પર કોઈ ડાઘ ન હોવો જોઈએ કે તે ઝાંખું પણ ન હોવું જોઈએ. શિવને 1, 5, 11, 21 વગેરે જેવી સંખ્યામાં બિલીપત્રો અર્પણ કરવામાં આવે છે. જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો શિવલિંગ પર ચઢાવેલા બિલીપત્રને ધોઈને પણ ચઢાવી શકો છો.
શિવલિંગ પર બિલીપત્ર ચઢાવતી સમયે બોલો આ મંત્ર
‘નમો બિલ્લિમને ચ કવચિને ચ નમો વર્મ્મિણે ચ વરૂથિને ચ નમ: શ્રુતાય ચ શ્રુતસેનાય ચ નમો દુન્દુબ્ભ્યાય ચા હનન્નાયાય ચ નમો ઘૃશ્ણવે’
” દર્શનં બિલ્વપત્રસ્ય સ્પર્શનમ્ પાપનાશનમ્।
અઘોર પાપ સંહારં બિલ્વ પત્રં શિવાર્પણમ્॥”
” ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુધ્મ।
ત્રિજન્મપાપસંહારં બિલ્વપત્રં શિવાપર્ણમ્॥”
“અખંડે બિલ્નપત્રેશ્ચ પૂજયે શિવ શંકરમ્।
કોટિકન્યા મહાદાનં બિલ્વ પત્રં શિવાપર્ણમ્॥”
“ગૃહાણ બિલ્વ પત્રાણિ સપુશ્પાણી મહેશ્વર।
સુગન્ધીની ભવાનીશ શિવત્વંકુસુમ પ્રિય॥”
બિલીપત્રને કઇ રીતે તોડવા જોઇએ
જો તમે શિવલિંગ પર ચઢાવવા માટે બિલીપત્ર તોડી રહ્યા છો, તો સૌથી પહેલા બિલીપત્રના વૃક્ષને નમન કરો. તે પછી ફક્ત બિલીપત્ર તોડો. તિથિના સમાપન અને પ્રારંભની વચ્ચે બિલીપત્ર તોડશો નહીં. ખાસ કરીને અષ્ટમી, નવમી, ત્રયોદશી, ચતુર્દશી, અમાવસ્યા અને સોમવારના દિવસે બિલીપત્ર તોડવું ન જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)