ભગવાનને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવની સાચ્ચા મનથી પૂજા-અર્ચના કરતા લોકોની કિસ્મતના દરવાજા ખુલી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ શ્રાવણ સાથે જોડાયેલા ઘણા ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં ઘરની આસ-પાસ અમુક ચમત્કારી છોડ લગાવવાથી વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે. તેમાંથી અમુક છોડને તમે ઘરની અંદર કે છત પર પણ લગાવી શકો છો. આ છોડ ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે.
તુલસીનો છોડ
તેને શ્રાવણના મહિનામાં કે કાર્તકના મહિનામાં લગાવવો સર્વોત્તમ માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની વચ્ચો વચ્ચ લગાવવો જોઈએ. વૈવાહિક જીવન સારૂ ચાલે તે માટે, સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે નિયમીત તેના નીચે ઘીનો દિવો કરો અને તેની પરિક્રમા કરો.
નિયમિત સાંજે ખાલી પેટ તુલસીના પાન અને બીજ ખાવાથી સંતાન ઉત્પત્તિની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તેનાથી વાણી અને બુદ્ધિ અત્યંત પ્રખર થાય છે.
કેળાનો છોડ
શ્રાવણની એકાદશીએ કે બૃહસ્પતિવારે કેળાનો છોડ લગાવી શકાય છે. કેળાનો છોડ ઘરના પાછળની તરફ લગાવવો જોઈએ સામે ક્યારેય નહીં. કેળાના છોડમાં નિયમિત જળ આપવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. કેળાના મૂળને પીળા દોરામાં બાંધીને ધારણ કરવાથી વિવાહ જલ્દી થાય છે અને બૃહસ્પતિ મજબૂત થાય છે.
દાડમનો છોડ
તમે ક્યારેય પણ દાડમનો છોડ લગાવી શકો છો. પરંતુ જો તેનો છોડ રાત્રે લગાવવામાં આવે તો તે ઉત્તમ રહેશે. ઘરની સામે જો દાડમનો છોડ લગાવવામાં આવે તો તે સર્વોત્તમ રહેશે. ઘરની વચ્ચે તેનો છોડ ન લગાવો. દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે.
નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે. તેનાથી ઘર પર તંત્ર મંત્રની ક્રિયાઓ અસર નથી કરતી. દાડમના ફૂલને મધમાં ડૂબાવી જળ પ્રવાહ કરવામાં આવે તો ભારે કષ્ટ પણ દૂર થઈ જાય છે અને વ્યક્તિ તમામ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જાય છે.
શમીનો છોડ
શ્રાવણના કોઈ પણ શનિવારે સાંજે શમીનો છોડ લગાવવો ઉત્તમ રહેશે. ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ તેને લગાવવું શુભ હોય છે. નિયમિત રીતે શમી વૃક્ષની નીચે સરસવના તેલનો દિવો કરો.
તેનાથી શનિની પીડા ઓછી થશે અને સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વિજય દશમીના દિવસે શમીની ખાસ પૂજા આરાધના કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધન ધાન્યનો અભાવ નથી થતો.
પીપળાનો છોડ
કોઈ પણ દિવસે પીપળાનું વૃક્ષ લગાવી શકાય છે. શ્રાવણનું વૃહસ્પતિવાર ઉત્તમ હશે. ઘરમાં બિલકુલ પણ પીપળો ન લગાવો. પાર્ક કે રસ્તાના કિનારે લગાવો. પીપળાનું વૃક્ષ લગાવવાથી સંતાન પ્રાપ્તિ સરળ થઈ જાય છે.
પીપળાના મૂળમાં જળ આપવાથી અને તેમી પરિક્રમા કરવાથી સંતાન દોષ નષ્ટ થઈ જાય છે તથા ઘરમાં બીમારીઓ નથી આવતી. શનિવારના દિવસે પીપળાની નીચે સરસવના તેલનો દિવો કરવાથી વ્યક્તિની સાથે દુર્ઘટના નથી થતી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)