વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે એક રાશિમાં ગોચર કરે છે. જણાવી દઈએ કે, 1 જુલાઈએ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આવનારા 36 દિવસ અમુક રાશિ માટે ખૂબ ખાસ અને શુભ રહેશે.
જાણો આ સમય દરમિયાન મંગળ ગોચર કઈ રાશિવાળા માટે ફાયદાકારક રહેશે.
મંગળ ગોચર રાશિવાળા માટે રહેશે ભાગ્યશાળી
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં જ મંગળે સિંહ રાશિમાં ગોચર કરે છે. મંગળના સિંહમાં ગોચર કરવાથી મિથુન રાશિવાળાને વિશેષ લાભ થશે. આ સમય દરમિયાન મિથુન રાશિવાળાના સાહસમાં વૃદ્ધિ થશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે તો રિયલ એસ્ટેટમાં કામ કરનાર લોકો માટે પણ શુભ સમય રહેશે. સાથે જ વિરોધી પરાસ્ત થશે.
ધન રાશિ
જણાવી દઈએ કે મંગળના ગોચરથી ધન રાશિવાળાને અનુકુળ પરિણામ મળશે. ધન રાશિવાળાને આ સમય દરમિયાન અનેક ફાયદા થશે. તો કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકે છે. વેપાર-ધંધામાં વિશેષ લાભ થશે. વ્યક્તિને ભાગ્યનો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા મેળવશે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મીન રાશિ માટે આવનારા 36 દિવસ ખૂબ જ ખાસ રહેશે. જણાવી દઈએ કે મંગળનો ગોચર આ રાશિના જાતકોમાં ખુશી લાવશે. આ સમય દરમિયાન આ લોકોની કારકિર્દીમાં પ્રગતિ મળશે. આ સમય દરમિયાન આ જાતકોને પદ, ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વિરોધી પરાસ્ત થશે. આ સમયમાં વિદેશ યાત્રા થઈ શકે થે. મીન રાશિવાળાને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)