fbpx
Friday, January 17, 2025

ઘરના મુખ્ય પ્રવેશદ્વારને આ છોડથી સજાવો, વાસ્તુ દોષ નહીં રહે

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો છોડ તુલસીનો છોડ છે. હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે.

લગભગ દર હિંદૂના ઘરમાં તુલસીનો છોડ હોય છે.

માન્યતા છે કે તુલસીની દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્‍મી ખૂબ પ્રસન્ન થાય છે. તુલસી ઘણા ઔષધીય ગુણોથી પણ પરિપૂર્ણ હોય છે. તુલસી જેટલા ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે તેટલું જ તેમનું વાસ્તુ મહત્વ પણ છે.

ઘરમાં બની રહે છે સુખ-શાંતિ
માન્યતા છે કે તુલસીના છોડની દરરોજ પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે. તેનાથી માતા લક્ષ્‍મી ખૂબ પ્રસન્ન થાય છે. તેને ઘરના આંગણમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. તુલસી પૂજાથી ઘરમાં કારણ વગર થતા કલેશ નથી થતા. હિંદૂ ધર્મમાં જેટલું તુલસી પૂજાનું મહત્વ છે તેટલું જ વાસ્તુ શાસ્ત્રમાં તેના મૂળનું મહત્વ છે. તેને ઘરના દ્વાર પર લગાવવાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

સુખ-સમૃદ્ધિમાં વધારો
વાસ્તુ અનુસાર તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથઈ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપાયથી દેવી લક્ષ્‍મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

વાસ્તુ દોષ થશે દૂર
તુલસીના મૂળને મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપાયથી પરિવારના સદસ્યોના જીવનમાં ખુશીનો સંચાર થાય છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો તુલસીના છોડને પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles