આ વર્ષે અધિક માસ 18 જુલાઈથી શરુ થઇ રહ્યો છે. એને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે એની મહત્વ એટલા માટે પણ છે કે અધિકમાં શ્રાવણ પણ આવી રહ્યો છે. શ્રાવણ માસને ભગવાન શિવનો માસ તેમજ પુરુષોત્તમ માસને ભગવાન વિષ્ણુનો પ્રિય તહેવાર માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાનની આરાધના કરવા વાળા દરેક ભક્તોની મનોકામના પુરી થાય છે.
હિંદુ કેલેન્ડરના 12 મહિનામાં તમામ દિવસોની ગણતરી કર્યા પછી માત્ર 354 દિવસ થાય છે, જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ રીતે, હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય છે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દાનનું મહત્વ
એવું માનવામાં આવે છે કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ સમગ્ર માસ દરમિયાન શુભકામનાઓ અને ઉત્સવો મનાવવામાં આવે છે. બીજી તરફ મહિલાઓ આ આખો મહિનો સૂર્યોદય પહેલા સ્નાન કરે છે અને ઉપવાસ, દાન અને પૂજા કરે છે. અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આનાથી દરેક પ્રકારના દુ:ખ ઓછા થઈ જાય છે.
મલમાસ બન્યો પુરૂષોત્તમ માસ
મલમાસનો કોઈ ગુરુ ન હતો, જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવી. આવી સ્થિતિમાં તે ખૂબ જ દુઃખી હતો. તેણે પોતાની વ્યથા નારદજીને કહી. પછી નારદજી તેમને ભગવાન કૃષ્ણ પાસે લઈ ગયા. ત્યાં મલમાસે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા કે આ મલમાસનું મહત્વ બીજા બધા મહિનાઓ કરતાં વધુ હશે. આ આખા મહિનામાં લોકો દાન-પુણ્ય કરશે અને તે મારા નામે પુરુષોત્તમ માસ કહેવાશે. આ રીતે મલમાસને સ્વામી મળ્યા અને તેનું નામ પુરુષોત્તમ માસ થયું.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)