હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાના લગભગ તમામ દિવસ કોઈને કોઈ મહત્વ ધરાવે છે. તેમાં પણ શ્રાવણ મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ હોવાથી પિતૃઓની પૂજા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઘણા લોકોને આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે તેમાં પણ આ વખતે શ્રાવણ મહિનાની અમાસ સોમવારના રોજ આવતી હોવાથી તેનું ખાસ મહત્વ વધી રહ્યું છે. સોમવતી અમાસનું વ્રત રાખવાથી પરણીતાઓને અખંડ સૌભાગ્યનું સુખ પ્રાપ્ત થાય છે. વધુમાં આ દિવસે હરિયાળી અમાસનું પણ મહત્વ હોય છે.ત્યારે આ દિવસ ભૂલથી પણ આ પ્રકારના કામ ન કરવા જોઈએ.
- સોમવતી અમાસના રોજ પિતૃની આત્માને શાંત કરવા માટે પૂજા-પાઠ કરવા જોઈએ આથી આ દરમિયાન ભૂલીને પણ પિતૃને ખરાબ ન કહેવા જોઈએ અને તેમનું તર્પણ પણ ન ભૂલવું જોઈએ.
- વધુમાં સોમવતી અમાસના દિવસે શ્વાન ઉપરાંત ગાય સહિતના કોઈપણ જીવને કષ્ટ આપવું જોઈએ નહીં અને આ દિવસે જીવોમાં પિતૃઓનો અંશ માનીને તેઓને ખવડાવવું જોઈએ.
- અમાસના દિવસે પિતૃ પિંડદાન અને તર્પણ અર્પણ તથા દાન પુર્ણ્ય અને શ્રદ્ધા રાખવી જોઈએ. જો પિતૃ માટે આ પવિત્ર કાર્ય કરવામાં ન આવે તો પિતૃઓ નારાજ થઈ અને શ્રાપ પણ આપે છે.
- સોમવતી અમાસના દિવસે પૂજા પાઠનું ફળ મળી રહે તે માટે સમગ્ર દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નિયમ અનુસાર પૂજા પાઠ કરવામાં ન આવે તો શુભની પ્રાપ્તી થતી નથી.
- સાથે સાથે સોમવતી અમાસના દિવસે માસ, મદિરા સહિતની વસ્તુઓને હાથ પણ ન લગાડવો જોઈએ. વધુમાં આ દિવસે ઘરની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ઘરની આજુબાજુમાં પણ ગંદકી ના દેખાય તેવો વાતાવરણ ઊભું કરવું જોઈએ.
- ખાસ વાત એ છે કે આ દિવસે અપશબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ તથા લડાઈ ઝઘડાથી પર રહેવું જોઈએ. તો કોઈ પણ માણસનું દિલ દુભાઈ તેવું કાર્ય પણ ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)