જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવને નિયમિત રૂપથી અર્ધ ચઢાવવાથી કુંડળીમાં કમજોર સૂર્ય મજૂબૂત થાય છે. એ ઉપરાંત જાતકોને દુઃખ અને રોગમાંથી મુક્તિ મળે છે, સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થશે. માન્યતા અનુસાર જો તમે સૂર્ય મંત્ર સાથે સૂર્ય દેવને એક તાંબાના કળશમાં રોલી, લાલ ફૂલ, મિશ્રી અને અક્ષત ભેળવી અર્ધ આપો છો તો તમારા જીવનમાં આવી રહેલ અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે.
પાણીમાં કાળા તલ મિક્સ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે રોજ સૂર્ય ભગવાનને પાણીમાં કાળા તલ ભેળવીને અર્ઘ્ય ચઢાવો છો તો તમારી આત્મા, શરીર અને મન સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ જાય છે. કહેવાય છે કે કાળા તલમાં શુદ્ધિકરણના ગુણ હોય છે. જે સૂર્ય ભગવાનને પવિત્ર અર્પણ માનવામાં આવે છે.
સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કાળા તલ મિક્સ કરવાથી રક્ષણ અને સૌભાગ્ય મળે છે. કાળા તલને પાણીમાં ભેળવીને સૂર્ય ભગવાનને અર્પણ કરવું એ ભગવાન પ્રત્યેની અભિવ્યક્તિ માનવામાં આવે છે.
જો તમે નિયમિતપણે સૂર્ય ભગવાનને કાળા તલ મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરો છો, તો તમે સુખી જીવન મેળવી શકો છો. આ સાથે તમે તમારા જીવનમાં આવનારી અનિચ્છનીય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.
સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાના નિયમો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્ર તાંબુ માનવામાં આવે છે.
તાંબાના વાસણમાં થોડા તલ અને પાણી નાખીને થોડીવાર તડકામાં રાખો. હવે આ જળ ઉગતા સૂર્યને અર્પણ કરો.
ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમયે સૂર્યના કિરણો સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.
ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમારું મન અને હૃદય સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ.
સૂર્યને જળ અર્પણ કરતી વખતે સૂર્યના મંત્રોનો જાપ કરવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)