હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિકની સાથે સાથે તુલસીનું આયુર્વેદમાં પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તુલસીમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુણ રહેલા છે. ભગવાન વિષ્ણુને આ છોડ અતિપ્રિય હોવાનું માનવામાં આવે છે.
માન્યતા છે કે, તુલસીના છોડમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણોસર તુલસીના છોડને લગાવવાથી લઈને તેને તોડવાના પણ અનેક નિયમ દર્શાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, આ નિયમોને ધ્યાનમાં ના લેવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે.
તુલસીના છોડ માટેના નિયમ
- ધાર્મિક માન્યતા અનુસાર રવિવારે તુલસીના છોડમાં જળ અર્પણ ના કરવું જોઈએ અને તેના પાન પણ ના તોડવા જોઈએ.
- તુલસીના છોડને અંધારામાં ના રાખવો જોઈએ, સાંજે તુલસીના છોડ પાસે એક દીવો કરવો જોઈએ.
- તુલસીના પાન સુકાઈ જાય તો, ફેંકવા ના જોઈએ. તે પાન ધોઈને તુલસીના છોડની માટીમાં નાખી દેવા જોઈએ.
- તુલસીનો છોડ સુકાવો ના જોઈએ, નહીંતર તે અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ લીલોછમ રહેવો જોઈએ. કારણ વગર તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તો તે આર્થિક નુકસાનનો સંકેત આપે છે.
- તુલસીનો છોડ લગાવતા સમયે દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ના રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે.
- કાંટાદાર છોડની સાથે તુલસીનો છોડ ના લગાવવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)