સિંહ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ 25 જુલાઈના દિવસે બનશે. સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ, સૌંદર્ય અને યશનો કારક માનવામાં આવે છે, જયારે બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક શક્તિ અને બિઝનેસનો કારક માને છે. બુધ અને શુક્રની યુતિ થવા પર કેટલીક રાશિઓના જાતકોને ખુબ સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
આ સમયે શુક્ર ગ્રહ સિંહ રાશિમાં છે અને બુધ ગ્રહ 25 જુલાઈ સિંહ રાશિમાં ગોચર કરશે. એ સમયે પણ નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. લક્ષ્મી નારાયણ યોગ 7 ઓગસ્ટ સવાર સુધી રહેશે. 7 ઓગસ્ટની સવારે શુક્ર સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં ગોચર કરશે. એની સાથે જ શુક્ર અને બુધની યુતિ ખતમ થશે અને લક્ષ્મી નારાયણ યોગનો ભંગ થશે.
25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી એટલે કે 14 દિવસ લક્ષ્મી નારાયણ યોગનો પ્રભાવ રહેશે. 3 રાશિના લોકો માટે આ યોગ વરદાનથી ઓછો નહીં હોય. તેઓ નોકરી, વ્યવસાય, સંબંધો વગેરેમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે છે.
મિથુન: સિંહ રાશિમાં બની રહેલ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમને કામમાં સફળતા મળશે. આ 14 દિવસોમાં તમને કોઈ મોટો ફાયદો થઈ શકે છે, અચાનક તમને પૈસા મળી શકે છે. નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. તમારા કામના કારણે તમને પ્રમોશન મળી શકે છે અને પગારમાં પણ વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ અને કીર્તિ બંને વધી શકે છે.
કન્યાઃ લક્ષ્મી નારાયણ યોગથી તમારી રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે તેઓને વિદેશમાં રોકાણ કે કામની તક મળી શકે છે. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને પરીક્ષામાં સફળતા મળી શકે છે, તેમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તમારે તમારા પ્રયત્નો બંધ ન કરવા જોઈએ. વિવાહિત જીવન સુખમય રહેશે. આ સમયે તમે તમારા પરિવાર સાથે રહેવાનું પસંદ કરશો. પારિવારિક જીવન સુખી અને શાંતિપૂર્ણ બની શકે છે.
તુલા: લક્ષ્મી નારાયણ યોગના કારણે તમારી રાશિના લોકો માટે આર્થિક પક્ષ મજબૂત બની શકે છે. ધનસંકટ દૂર થશે. વ્યવસાયિક લોકોને મુસાફરી કરવી પડી શકે છે, તમને તેનાથી ફાયદો થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. રોકાણ માટે સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ રોકાણ ભવિષ્યમાં લાભ આપી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)