હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રના હિસાબથી ઘરના નિર્માણ કરવામાં આવે છે. તે હિસાબથી લોકો ઘરમાં સજાવટનું કામ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક વૃક્ષોને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
માન્યતા છે કે ઘરમાં તુલસી, મની પ્લાન્ટ અને શમી જેવા વૃક્ષોને રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ પ્રકારનો છોડ મોરપંખીનો પણ છે. તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.
આર્થિક તંગી થશે દૂર
મોરપંખીના છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. મોરપંખીના છોડને ઘરમાં લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે.
બુદ્ધિનો વિકાસ
મોરપંખીના છોડને ઘરમાં રાખવાથી વૃદ્ધિ વિકાસ થાય છે. માન્યતા છે કે મોરપંખીના છોડમાં એટલી સકારાત્મક ઉર્જા હોય છે કે તેને જોડીમાં ઘરમાં લગાવવાથી ઘરના સદસ્યોની બિદ્ધિ વિકસિત થાય છે. આ પરિવારના સદસ્યોની સદ્બુદ્ધિનો વિકાસ કરે છે. તેને ઘરમાં લગાવવાથી લોકોની કામ પ્રતિ નિષ્ઠા વધે છે. તેનાથી બાળકોમાં પણ બુદ્ધિ વિકાસ થાય છે.
સકારાત્મક ઉર્જાનો પ્રસાર
ઘરમાં મોરપંખીનો છોડ લગાવવાના કારણે સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. પરિવારમાં એક બીજા માટે પ્રેમ વધે છે. તેનાથી ઘરમાં કારણ વગર ઝગડા નથી થતા.
સુખ-શાંતિનો વાસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોરપંખીનો છોડ ઘર પર લગાવવાથી સુખ-શાંતિનો વાસ થાય છે. આ ઘરમાં આવનાર વિપત્તિને દૂર કરે છે. તેને ઘરમાં લગાવવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)