17 જુલાઇના રોજ ગ્રહોના રાજા સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે, આ રાશિમાં સૂર્ય 17 ઓગષ્ટ સુધી બિરાજમાન રહેશે.
કર્ક રાશિ પર ચંદ્રમાનું શાસન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે મિત્રતાનો ભાવ છે. સૂર્યનુ કર્ક રાશિમાં ગોચર અનેક રાશિઓના જાતકો પર પ્રભાવ પડશે. જો કે આ ગોચર અમુક રાશિઓને વિશેષ લાભ થશે. આવો જાણીએ તે ક્યા સંકેત છે.
1. સિંહ રાશિઃ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન કોઇ વરદાનથી ઓછુ નથી. સૂર્યનું ગોચર તમારી રાશિના ધન ભાવમાં રહે છે. સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન આર્થિક લાભ લઇને આવવાની સંભાવના છે. તમારા કામ-કાજની ગતિમાં વધારો અનુભવશો. તમારા કરિયર અને બિઝનેસ સાથે જોડાયેલ કોઇ સકારાત્મક ખબર મળી શકે છે. તમને સમાજમાં ઓળખ મળી શકે છે અને વિદ્યાર્થીઓને સૂર્યના ગોચર પર શુભ પ્રભાવ અનુભવાશે. નોકરી મેળવવા ઇચ્છતા લોકોને નોકરીની ઓફર મળી શકે છે.
2. તુલા રાશિઃ
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું પરિવર્તન ખૂબ જ લાભકારી થઇ શકે છે. સૂર્ય તમારા વ્યવસાય ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ગોચર વ્યાવસાયિક ઉદ્યમોમાં સારો લાભનો સંકેત આપે છે. વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોઇ પણ પ્રયોગ કે પ્રયત્ન સફળ થશે. જે લોકો આ સમયે બેરોજગાર છે અને નવી નોકરીની શોધ કરી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. તમારા પરિવારને તમારા નિર્ણયોનું સમર્થન કરશે, જેનાથી તમારા મનમાં સંતોષ મળશે. આ દરમિયાન ચિંતા કરવાની કોઇ સ્વાસ્થ્ય સમસ્યા નહીં રહે.
3. ધન રાશિઃ
ધન રાશિના જાતકો માટે આ મહિને સૂર્યનું કર્ક રાશિમાં ગોચર ખૂબ જ શુભ સાબિત થઇ રહ્યુ છે. તમારી આવકમાં વધારો મળશે. ભાગ્ય તમારો સાથ આપશે, જેનાથી તમારા કાર્ય ઝડપથી પૂર્ણ કરો. આ દરમિયાન તમારી મુલાકાત કોઇ એવી વ્યક્તિથી થશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે. ધાર્મિક કાર્યોમાં તમારી ભાગેદારી વધશે. છાત્ર આવનારા સમયમાં ખૂબ જ અનુકુળ રહેવાની આશા કરી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)