fbpx
Friday, November 8, 2024

ભગવાનના દર્શન કર્યા પછી થોડીવાર મંદિરના પગથિયાં પર બેસી જવું જોઈએ, જાણો શું છે ધાર્મિક મહાત્મ્ય

મંદિરમાં દર્શન કર્યાં બાદ તમે જોયું હશે કે કેટલાક લોકો મંદિરનાં ઓટલે અથવા તો પગથિયાં પર બેસતાં હોય છે. હિંદૂ ધર્મમાં આ પ્રાચીન પરંપરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર મંદિરનાં પરિસરમાં શાંતિથી બેસીને એક શ્લોલનો પાઠ કરવો જોઈએ.

જો કે આજકાલ લોકો આ શ્લોકને ભૂલી ગયાં છે. અન્ય વિચારોમાં મન લગાવ્યાં વિના આ શ્લોકનો પાઠ કરવું જોઈએ.

આ શ્લોક છે,
‘अनायासेन मरणम्, बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम्॥’

અર્થ:
अनायासेन मरणम्
 નો અર્થ છે કે મૃત્યુ મુશ્કેલી વગર આવે. અમને અંતકાળે પલંગને ન પકડવું પડે. હે ઈશ્વર અમને કોઈપણ પ્રકારનાં કષ્ટ વિના પોતાની પાસે બોલાવી લેજો, અમારો જીવ હાલતા-ચાલતાં જ નિકળી જાય એટલે કે શારીરિક આપત્તિ વિના જીવ જાય.

बिना देन्येन जीवनम् નો અર્થ છે કે અમને નિર્ભરતાવાળું જીવન ન આપજો જેનાથી અમારે ક્યારેય પણ કોઈનાં મદદની જરૂર પડે. કોઈપાસે માંગ્યા વગર અમારું જીવન જીવીએ.

देहान्त तव सानिध्यम् નો અર્થ છે કે મૃત્યુ ભગવાનની હાજરીમાં આવે. જેવી રીતે ભીષ્મ પિતામહની મૃત્યુનાં સમયે ભગવાન કૃષ્ણ તેમની સામે ઊભા હતાં તેવી રીતે દર્શન કરતાં-કરતાં જ અમારા પ્રાણ છૂટે.

देहि मे परमेश्वरम् નો અર્થ થાય છે કે હે પરમેશ્વર અમને એવું વરદાન આપજો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles