શાસ્ત્રોમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારની સાંજે સંપૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરવી જોઈએ. આનાથી વ્યક્તિ આર્થિક સંકડામણ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
શુક્રવાર શુક્ર ગ્રહને સમર્પિત છે. શુક્રને ધન અને પ્રેમનો કારક પણ માનવામાં આવે છે.
આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની સાથે કેટલાક ઉપાય કરવાથી આપણે શુક્ર ગ્રહને પણ બળવાન બનાવીએ છીએ.
- જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અને તેના કારણે તમે ખૂબ જ પરેશાન છો, તો તમારે શુક્રવારે રાત્રે પૂજાના સમયે આ મંત્ર ‘ઐં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મિયે હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમઃ સ્વાહા’ના 108 વાર જાપ કરવા જોઈએ.
- શુક્રવારની રાત્રે મા અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી જાતકોને ધનની કમીનો સામનો કરવો પડતો નથી. અષ્ટલક્ષ્મીની પૂજામાં માતાની સામે અગરબત્તી અને દીવો પ્રગટાવો તેમજ ગુલાબના ફૂલની માળા અર્પિત કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
- સાંજનો સમય મા લક્ષ્મીના આગમનનો સમય છે. આ સમયે આખા ઘરની લાઈટો ચાલુ રાખો. ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ના રહેવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી.
- ગાયને રોટલી ખવડાવવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. જીવનમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે.
- રાત્રે પૂજા સમયે અષ્ટ ગંધ, શ્રી યંત્ર અને અષ્ટ લક્ષ્મીને તિલક કરો. વિધિ-વિધાન સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)