fbpx
Sunday, January 19, 2025

શનિવાર સાંજે કરો આ ઉપાય, ક્યારેય લક્ષ્મીનો અભાવ નહીં રહે, દરિદ્રતા પણ દૂર થશે.

આજે અધિક શ્રાવણ માસની શુક્લ પક્ષની ચોથ છે અને શનિવાર છે. આ તિથા સવારે 09:27 વાગ્યા સુધી રહેશે, ત્યાર પછી પાંચમ લાગી જશે. 22 જુલાઈના રોજ બપોરે 01:24 વાગ્યા સુધી વરિયાન યોગ રહેશે. જો તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો વરિયાન યોગમાં કરી લેવુ, નિશ્ચિતપણે સફળતા મળશે.

22 જુલાઈના રોજ બપોરે 04:58 વાગ્યા સુધી રવિ યોગ રહેશે. રવિયોગમાં જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. ઉપરાંત સાંજે 04:58 વાગ્યા સુધી પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર રહેશે. શનિવારે વિધિ વિધાન સાથે શનિદેવની પૂજા કરવામાં આવે છે. શનિદેવ નારાજ થાય તો રાજા પણ રંક બની જાય છે. કેટલાક ઉપાય અપનાવીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • પરિવારમાં બનતી ના હોય અને ઘરનો માહોલ અશાંત હોય તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં એક માટીનો દિવો લો અને તેમાં ચાર કપૂરની ટિકીઓ રાખો. હવે આ દીવાથી આખા ઘરમાં ધૂપ કરો અને તે મંદિરમાં રાખો. આ દિવો ઓલવવો નહીં. આ ઉપાય કરવાથી ઘરમાં શાંતિનો માહોલ રહેશે.
  • વેપારમાં મંદી ચાલતી હોય તો આજના દિવસે માટીનું વાસણ લો અને તેમાં મધ ભરીને ઢાંકીને ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો અને આખો દિવસ આમ જ રહેવા દો. બીજા દિવસે મધથી ભરેલ માટીનું વાસણ લઈને વેપારમાં પ્રગતિ થાય તેવી પ્રાર્થા કરો અને એકાંત સ્થળ પર મુકી આવો. આ પ્રકારમાં વેપારમાં મંદી દૂર થશે.
  • સુખ શાંતિમાં વૃદ્ધિ કરવા માટે શનિવારે પલાશના ફૂલ અને તેની સાથે એકાક્ષી નારિયેળ લો. પલાશનું તાજુ ફૂલ ના મળે તો દુકાનમાંથી પણ પલાશનું ફૂલ લાવી શકો છો. હવે તે ફૂલ અને એકાક્ષી નારિયેળ સફેદ કપડામાં બાંધીને તિજોરીમાં ધનના સ્થાને મુકી દો. આ પ્રકારે કરવાથી ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
  • દરેક ક્ષેત્રે પ્રગતિ મેળવવા માટે શનિવારે કુંભાર અથવા ખેડૂતને સફેદ રંગના કપડાંનું દાન કરો. તમે કપડાં ગિફ્ટ ના કરી શકતા હોય તો દહીંથી બનેલ કોઈ વસ્તુ ખવડાવો. આ પ્રકારે કરવાથી જીવનમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થશે.
  • તમારી તબિયત સારી ના હોય તો તબિયતમાં સુધારો કરવા માટે ગાયને જુવારની રોટલી ખવડાવો અને તેના આશીર્વાદ લો. જુવારના લોટની રોટલી ના બનાવી શકો તો મંદિરમાં લોટ થવા જુવારનું દાન કરો. આ પ્રકારે કરવાથી આરોગ્યમાં સુધારો થશે.
  • દાંપત્ય જીવન સુખી રહે તે માટે ખુશબુવાળી અત્તરની શીશી ખરીદો અને તે મંદિરમાં દાન કરો. બીજી શીશી જીવનસાથીને ગિફ્ટ કરો. આ પ્રકારે કરવાથી દાંપત્ય જીવન સુખી રહેશે.
  • સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે ગાયનું શુદ્ધ દેશી ઘી અને એક કપૂરની ડબ્બી મંદિરમાં દાન કરો. મંદિરમાં જઈને તે કપૂરની ડબ્બીમાંથી કપૂરની એક ટિક્કી લઈને તમારા હાથે પ્રગટાવો અને ભગવાનની આરતી કરો. આ પ્રકારે કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
  • કોઈની ઈચ્છા પૂર્ણ કરવા માટે શનિવારે સાંજે તમારી લંબાઈનો કાચો સૂત્તર લો. હવે દોરો સાફ પાણીથી ધોઈને કેરીના પત્તા પર વીંટી લો અને તે પાન લઈને મનમાં તમારી ઈચ્છા બોલો અને વહેતા પાણીમાં વિસર્જિત કરો. આ પ્રકારે કરવાથી મનોકામના પૂર્ણ થશે.
  • ખૂબ જ મહેનત કર્યા પછી પણ સફળતા ના મળે તો શનિવારે સાંજે શનિદેવની પૂજા કરીને શનિમંત્ર ‘ऊँ शं शनैश्चराय नम:’નો 11 વાર જાપ કરો. આ પ્રકારે કરવાથી સફળતા મળશે.
  • ભાગ્યોદય માટે શનિવારના દિવસે એક વાટકીમાં કડવું તેલ લો અને તેમાં તમારો ચહેરો જોવો. ત્યાર પછી તે તેલનું શનિનું દાન લેનાર વ્યક્તિને કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles