fbpx
Sunday, January 19, 2025

આ વિધિથી શિવને કપૂર ચઢાવો અને જીવનમાં ખુશીઓ આવશે

અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભગવાન શિવની પૂજા આરાધના કરવાનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. આ મહિનામાં શિવભક્ત શિવભક્તિમાં લીન રહે છે. આ મહિના દરમ્યાન શિવજીને જળાભિષેક સિવાય પણ એવા ઘણા સરળ ઉપાયો છે જેનાથી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય.

એવી માન્યતા છે કે આ મહિનામાં શિવજીની ઉપાસના અને કેટલાક જ્યોતિષય ઉપાયો અજમાવવાથી આપની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.

એવા જ એક ઉપાયમાથી એક ઉપાય કપૂર સાથે જોડાયેલ છે. કપૂરનો આ ઉપાય સોમવારના દિવસે અજમાવવાથી જાતકના જીવનમાં આવી રહેલ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને તેનું જીવન સુખમય બની રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક રીતે જોઇએ તો કપૂર એક એવી પૂજા સામગ્રી છે જેના અનેક પ્રકારના લાભ છે. એવી માન્યતા છે કે જે ઘરમાં નિયમિત કપૂર પ્રગટાવવામાં આવે છે અથવા તો કપૂરની આરતી કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઊર્જા તરત જ દૂર થાય છે અને જીવનમાં ખુશહાલી સર્જાય છે. આ સિવાય પણ શિવજીની પૂજામાં કપૂરનો ઉપયોગ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કપૂરના ઉપયોગ દ્વારા સોમવારના દિવસે કેવી રીતે શિવજીને પ્રસન્ન કરી શકાશે.

આરતીમાં કપૂરનો પ્રયોગ કરવો

સોમવારના દિવસે શિવ ઉપાસના કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે અધિક માસના સોમવારે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા ભગવાન ભોળાનાથની આરતીમાં કપૂરનો ઉપયોગ અવશ્ય કરવો. આરતી દરમ્યાન ભગવાન શિવનું ધ્યાન કરીને તેમાં કપૂર ઉમેરવું તેનાથી આપના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મુખ્યદ્વાર પર કપૂરનો પ્રયોગ

ધાર્મિક માન્યતાઓ અનુસાર સોમવારના દિવસે જે ભક્ત ઘરના મુખ્ય દ્વાર પર કપૂર અને ઘીનો દીવો પ્રજવલિત કરીને રાખે છે તો તેનાથી તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન થાય છે. આ ઉપાય અજમાવવાથી આપની આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થાય છે અને આ ઉપાય અજમાવવાથી માતા લક્ષ્‍મીના પણ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

કપૂર અને અક્ષતનો પ્રયોગ

હિન્દુ ધર્મમાં કપૂર અને અક્ષતને ખૂબ શુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે એક મુઠ્ઠી અક્ષત અને કપૂરના ટુકડાને મિક્સ કરી દો. જીવનમાં ધનલાભની ઇચ્છા અને સુખ-સમૃદ્ધિ મેળવવા માટે શિવજી સમક્ષ પ્રાર્થના કરતા સમયે થોડાક અક્ષત અને કપૂરને ઘરના મુખ્યદ્વારની ડાબી તરફ પ્રગટાવી દો અને વધેલા અક્ષત અને કપૂરને પોતાના પર્સમાં કે પછી ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી શીઘ્ર આપને ધનલાભ થશે.

શિવલિંગ પર કપૂર અર્પણ કરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને કપૂર અર્પણ કરવાથી શિવજી શીઘ્ર પ્રસન્ન થાય છે. કપૂરના ટુકડાને શિવલિંગ પર અર્પણ કર્યા પછી જળમાં કપૂરના ટુકડા મિક્સ કરીને શિવજીને જળાભિષેક કરવો. પછી આ કપૂર ઉમેરેલા જળમાંથી થોડું જળ બાકી રાખીને ઘરના દરેક ભાગમાં છંટકાવ કરવો. આ ઉપાય કરવાથી ઘરની આર્થિક સ્થિતિ હંમેશા સારી જળવાઇ રહેશે.

પર્સમાં રાખો કપૂરનો ટુકડો

સોમવારના દિવસે કપૂરનો આ ઉપાય કરવો ખૂબ જ કારગર માનવામાં આવે છે. એવામાં શિવજીને કપૂર અવશ્ય અર્પણ કરવું. પછી આ કપૂરને પોતાના પર્સમાં રાખી દેવું. આ ઉપાય કરવાથી આપની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને આપનું પર્સ હંમેશા રૂપિયાથી ભરેલું રહેશે

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles