અધિકમાસની શરુઆત 18 જુલાઇ 2023થી થઇ ચુક્યુ છે, જેનું સમાપન 16 ઓગષ્ટ 2023થી થશે. સનાતન ધર્મમાં પુરષોત્તમ માસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે.
આ મહિનામાં કરવામાં આવેલ જ્યોતિષ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ દરમિયાન તમે નિયમિત રુપથી તુલસીની પૂજા કરો છો તો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો વધારો થાય છે. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર, અધિકમાસમાં તુલસીથી જોડાયેલા ઉપાય વિશે…
અધિક માસમાં કરો તુલસીથી જોડાયેલા ઉપાય
1. તુલસીનો છોડ સનાતન ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલા અધિક માસમાં કરવામાં મનુષ્યને ખૂબ જ લાભ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અધિક માસના પાંચમા દિવસે તુલસીના છોડને શેરડીનો રસ ચઢાવવાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો.
2. દેવી તુલસીને પ્રસન્ન કરવા માટે महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधी व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।। આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
3. જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તુલસીના 5 પાન લો, તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સિવાય નિયમિત રીતે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો.
4. આ અધિક મહિનામાં તુલસીના છોડને જળ ચઢાવો. આ દરમિયાન ओम नमो भगवते वासुदेवाय नमः મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે જે દિવસે તમે જળ ચઢાવો તે દિવસે રવિવાર કે એકાદશી ન હોવી જોઈએ.
5. અધિક મહિનામાં તુલસીની પૂજા કર્યા પછી, પરિક્રમા કરો અને તમારા મનમાં તમારી ઇચ્છાનું પુનરાવર્તન કરો, તુલસી માતાને તે પૂર્ણ કરવા વિનંતી કરો. આ દરમિયાન તુલસીના છોડને લાલ ચુંદડી અર્પણ કરો. આ ઉપાય તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)