fbpx
Friday, November 8, 2024

આ છે મહાદેવનું અનોખું મંદિર, જ્યાં શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે, વૈજ્ઞાનિકો પણ તેનું કારણ શોધી શક્યા નથી.

વિશ્વમાં ઘણા અજીબોગરીબ નજારા છે જેની પાછળનું રહસ્ય હજી સુધી ઉલજાયેલું છે. ભગવાન ભોળાનાથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભોળાનાથને દેવોના દેવ પણ કહેવામાં આવે છે. ભગવાન ભોળાનાથના ચમત્કારોને ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યો છે. દેશમાં ભગવાન શિવના હજારો મંદિરો છે જે ચમત્કારઓથી ભરેલા છે. જેના રહસ્યો આજદિન સુધી ઉકેલાયા નથી.

આજે અમે આપને આ લેખમાં એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંનું શિવલિંગ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. ચાલો જાણીએ આ મંદિર ક્યાં આવેલું છે તેના વિશે.

રાજસ્થાનમાં આવેલું છે મંદિર
ભગવાન ભોળાનાથનું આ ચમત્કારી મંદિર રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ ‘અચલેશ્વર મહાદેવ’ છે. ધોલપુર જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલો છે.આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે, કે અહિયાં આવેલું શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. સવારના સમયે શિવલિંગનો રંગ લાલ હોય છે, બપોરે કેસરિયો અને રાત્રે આ ચમત્કારિક શિવલિંગ શ્યામ રંગનું થઇ જાય છે.

શિવલિંગનો કોઈ છેડો જ નથી
આ શિવલિંગ વિશે એક વાત બીજી પણ પ્રસિદ્ધ છે કે આ શિવલિંગનો છેડો આજ સુધી કોઈ શોધી નથી શક્યું. આસપાસના લોકો જણાવે છે કે ઘણા વર્ષો પહેલા આ શિવલિંગનો રંગ બદલવાની ઘટના જાણવા માટે ખોદકામ થયું હતું. ત્યારે ખબર પડી કે આ શિવલિંગનો કોઈ છેડો પણ નથી.

આજદિન સુધી જાણી શકાયું નથી રહસ્ય
અચલેશ્વર મહાદેવના રંગ બદલવા પાછળનું કારણ શું છે, તે જાણવા માટે પુરાતત્વ વિભાગ પણ અહીંયા કામ કરી ચૂક્યું છે, પરંતુ બધા આ ઈશ્વરીય શક્તિ સામે હાર માની ચૂક્યા છે.

હજારો વર્ષ જૂનું છે આ મંદિર
મંદિરના મહિમાનું વર્ણન કરતા પુજારી જણાવે છે કે, આ મંદિરનું મહત્વ તો હજારો વર્ષોથી એવું ને એવું જ છે, છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો એટલા માટે નથી આવી શકતા કારણ કે અહીંયા આવવાનો રસ્તો આજે પણ કાચો અને ખાડા-ખૈયા વાળો છે. આજે પણ તે એક રહસ્ય છે કે આ શિવલિંગનો ઉદ્દભવ કેવી રીતે થયો અને કેવી રીતે પોતાનો રંગ બદલે છે. ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જૂનું ગણવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles