હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણની શરૂઆત 4 જુલાઇ 2023થી થઇ હતી. આ વર્ષે ભોળેનાથનો પ્રિય મહિનો શ્રાવણ 2 મહિના સુધી રહેશે. શ્રાવણમાં સોમવાર અને કેટલીક વિશેષ તિથિઓ પર શિવજીની પૂજા કરવાથી ક્યારેય ખતમ ના થાય તેવા પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણમાં ત્રણ શ્રાવણ સોમવારની પૂજા થઇ ચુકી છે. ચાલો તમને જણાવીએ કે હવે શ્રાવણમાં કેટલા સોમવાર, પ્રદોષ વ્રત અને ભોળેનાથની પૂજાની કઇ તિથિ બાકી છે.
શ્રાવણ 2023 શિવ પૂજાની મુખ્ય તિથિઓ
30 જુલાઇ 2023- રવિ પ્રદોષ વ્રત
આ વર્ષે શ્રાવણમાં અધિકમાસનો સંયોગ પણ બન્યો છે. તેવામાં શ્રાવણનું બીજુ અને અધિકમાસનું પ્રદોષ વ્રત 30 જુલાઇ રવિવારે છે. રવિવાર હોવાથી તે રવિ પ્રદોષ વ્રત કહેવાય છે. પ્રદોષ વ્રત શિવને અતિ પ્રિય છે. આ દિવસે સાંજે ભોળેનાથ કૈલાસ પર પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરે છે. માન્યતા છે કે આ સમયે જે શિવજીની ઉપાસના કરે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે.
1 ઓગસ્ટ 2023 – અધિક માસ પૂર્ણિમા
પૂર્ણિમા પર ભગવાન શિવ અને પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાન અને ઉપવાસથી અક્ષય ફળ મળે છે. અધિકમાસની પૂર્ણિમા પર મંગળ ગૌરી વ્રત પણ રાખવામાં આવશે.
13 ઓગસ્ટ 2023- રવિ પ્રદોષ વ્રત
યશ, કીર્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે રવિ પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં શ્રાવણમાં બે રવિ પ્રદોષ વ્રત આવે છે. આ દિવસે સાંજે ગંગાજળ, દૂધ, દહીં, મધથી મહાદેવનો અભિષેક કરો, તેનાથી શંકરજી જલ્દી પ્રસન્ન થાય છે.
14 ઓગસ્ટ 2023- માસિક શિવરાત્રી (અધિકમાસ)
શ્રાવણની શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. શ્રાવણના કૃષ્ણ પક્ષની શિવરાત્રીની પૂજા થઇ ચુકી છે. હવે શ્રાવણ અધિકમાસની શિવરાત્રીનું વ્રત 14 ઓગસ્ટે રાખવામાં આવશે. અધિકમાસની શિવરાત્રી પર શ્રાવણ છઠ્ઠો સોમવારનું વ્રત પણ છે. તેથી તેનું મહત્વ વધી જાય છે. આ વ્રત વૈવાહિક જીવન, મનપસંદ જીવનસાથી મેળવવાની કામના માટે રાખવામાં આવે છે.
21 ઓગસ્ટ 2023- નાગ પંચમી
શ્રાવણના શુક્લ પક્ષની પંચમી તિથિ પર નાગ પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસ નાગ દેવતાને સમર્પિત છે, જે શિવના ગળાની શોભા છે. નાગ પંચમી પર નાગની પૂજા સાથે શિવજીની ઉપાસના જરૂર કરો. તેના વિના નાગ દેવતાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આ વખતે નાગ પંચમી પર સાતમુ સોમવાર વ્રત પણ રાખવામાં આવશે.
31 ઓગસ્ટ 2023- શ્રાવણ પૂર્ણિમા
શ્રાવણની પૂર્ણિમા તિથિ પર શિવજીનો અભિષેક કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. પૂર્ણિમા પર ચંદ્રમાને અર્ધ્ય આપવાથી કુંડળીમાં ચંદ્ર દોષ દૂર થાય છે. શ્રાવણ પૂર્ણિમા પર રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)