fbpx
Friday, November 8, 2024

શું તમે આર્થિક તંગીથી પરેશાન છો તો આજે જ તુલસીનો આ સરળ ઉપાય અજમાવો

સનાતન ધર્મમાં અધિકમાસનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે આ સમય દરમ્યાન આપ જો વિષ્ણુ ભગવાનની પૂજા આરાધના કરો છો તો આપને અઢળક આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે.

આ દરમ્યાન જો આપ નિયમિત રીતે માતા તુલસીની સાથે જોડાયેલ ઉપાયો કરો છો, તેમની વિશેષ પૂજા અર્ચના કરો છો, તો આપને ખૂબ જ લાભની પ્રાપ્તિ થાય છે.

આપના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. અધિક માસમાં તુલસી સાથે જોડાયેલ કેટલાક અચૂક ઉપાય કરશો તો આપને દરેક પ્રકારે સુખ સંપન્નતાની પ્રાપ્તિ થાય છે.

તુલસી સાથે જોડાયેલા અચૂક ઉપાય

  • તુલસીના છોડને સનાતન ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલ ઉપાય જો આપ અધિક માસમાં અજમાવો છો તો આપને તેનો ખૂબ લાભ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસના કોઇ પણ દિવસે માતા તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવો જોઇએ. તેનાથી આપને જીવનમાં ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે સાથે આપને શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે.
  • માતા તુલસીને પ્રસન્ન કરવા માટે ” મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધીવ્યાધિ હરા નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે ” આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને જાતકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે.
  • જો આપ આર્થિક તંગીથી પરેશાન હોવ અને તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો તુલસીના 5 પાન લઇને તેને એક લાલ રંગના વસ્ત્રમાં લપેટીને તિજોરી કે ધન રાખવાના સ્થાન પર રાખી દો. આ ઉપાય કરવાથી આપની ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેના સિવાય નિયમિત રૂપે સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો અવશ્ય પ્રજવલિત કરવો જોઇએ.
  • સમગ્ર અધિકમાસમાં તુલસી માતાને જળ અર્પણ કરવું જોઇએ. તે દરમ્યાન ” ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: ” મંત્રનો જાપ અવશ્ય કરવો. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે તુલસીના છોડમાં રવિવાર અને એકાદશીએ જળ અર્પણ ન કરવું જોઇએ.
  • અધિકમાસમાં તુલસીની પૂજા કર્યા બાદ પરિક્રમા જરૂરથી કરવી અને મનમાં જ પોતાની ઇચ્છાપૂર્તિની કામના કરતા માતા તુલસીને પ્રાર્થના કરવી. આ દરમ્યાન આપે તુલસીના છોડને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી. આ ઉપાયથી આપના જીવનમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles