વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ 9 ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલતા ગ્રહ છે. શનિ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. 30 વર્ષ બાદ શનિ આ સમયે કુંભ રાશિમાં છે અને વક્રી ચાલ ચાલી રહ્યાં છે. શનિની ઉલ્ટી ચાલ ખૂબ જ કષ્ટ આપે છે. શનિ 4 નવેમ્બર સુધી વક્રી રહેશે અને તે બાદ માર્ગી થશે.
શનિની સીધી ચાલ ઘણા લોકો માટે મોટી રાહત લઇને આવશે.
આ ઉપરાંત 3 રાશિના જાતકો માટે માર્ગી શનિ ખૂબ જ શુભ ફળ આપશે. ખરેખર, શનિની માર્ગી ચાલ શશ રાજયોગ બનાવશે અને આ જાતકોને તગડો ધન લાભ કરાવશે, ઉન્નતિ આપશે અને જીવનમાં સુવર્ણ દિવસોની શરૂઆત કરશે. ચાલો જાણીએ કે માર્ગી શનિના કારણે બનેલો શશ રાજયોગ કઇ રાશિના જાતકોની કિસ્મત ચમકાવશે.
માર્ગી શનિ આ રાશિઓને કરાવશે બંપર લાભ
વૃષભ રાશિ:
વૃષભ રાશિના જાતકોને શનિની માર્ગી ચાલ ખૂબ જ લાભ આપશે. શશ રાજયોગ આ લોકોની કિસ્મતના દ્વાર ખોલી નાંખશે. તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે. કરિયરમાં તમે જોરદાર ઉન્નતિ કરશો. તમારા કરિયરમાં ગોલ્ડન ચાન્સ મળશે, જે તમને ઉંચુ પદ, તગડી સેલરી અપાવશે. તમને તગડો આર્થિક લાભ થશે. જેનાથી તમારા જીવનમાં આર્થિક સંપન્નતા આવશે. બિઝનેસનો વિસ્તાર થશે. સિંગલ જાતકોના વિવાહ થશે.
સિંહ રાશિ:
શનિની માર્ગી ચાલથી રચાયેલો શશ રાજયોગ સિંહ રાશિના જાતકો માટે લાભપ્રદ સાબિત થશે. તમારા જીવનમાં સુખ વધશે. ખાસ કરીને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પરણિત લોકોના જીવનમાં ખુશહાલી આવશે. પતિ-પત્નીના સંબંધો મજબૂત થશે. ભૌતિક સુખ વધશે. આર્થિક દ્રષ્ટિએ પણ ઘણો લાભ થશે. કોઇ વિવાદિત મામલે સફળતા મળશે.
કુંભ રાશિ:
શનિની માર્ગી ચાલ કુંભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. કુંભ રાશિના સ્વામી શનિ છે અને આ સમયે કુંભમાં જ સંચરણ કરી રહ્યાં છે. કુંભમાં શનિની માર્ગી ચાલ આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધારશે. તમારા ઉચ્ચ પદસ્થ લોકો સાથે સંબંધો બનશે. આર્થિક લાભ થશે. કાર્યક્ષેત્રમાં સારી તકો મળશે. પાર્ટનરશિપના કામમાં સફળતા મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)