fbpx
Friday, November 8, 2024

રસોડામાં છુપાયેલું છે ગ્રહદોષ નિવારણનું રહસ્ય!

જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહ દર્શાવવામાં આવ્યા છે અને દરેક ગ્રહમાં થતાં પરિવર્તનની અસર જે-તે વ્યક્તિના જીવન પર પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ગ્રહ શુભ પરિણામ આપનાર પણ હોય છે અને કેટલાક ગ્રહની સ્થિતિ સારી ન હોય તો તે અશુભ ફળ પણ પ્રદાન કરતાં હોય છે.

કુંડળીમાં જે ગ્રહની સ્થિતિ સારી ન હોય તો તે અશુભ ફળ પ્રદાન કરે છે. જો કોઇ વ્યક્તિની રાશિ કે કુંડળીમાં ગ્રહ શુભ અને શક્તિશાળી હોય તો તેને જીવનમાં હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે.

બીજી તરફ જોઇએ તો કુંડળીમાં રહેલ નવ ગ્રહમાંથી કોઇ એક ગ્રહ નબળો હોય તો આપના જીવનમાં મુસીબતોનો પહાડ તૂટી પડે છે.

એટલે લોકો ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે કેટલાય પ્રકારના ઉપાયો અજમાવતા હોય છે. પરંતું શું આપને ખ્યાલ છે કે આપના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ આપને ગ્રહદોષમાંથી મુક્તિ અપાવશે, જેનો ઉપયોગ ગ્રહદોષને શાંત કરવા માટે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે રસોડામાં રહેલી વસ્તુઓ આપના ગ્રહદોષની અશુભ અસરને દૂર કરશે.

સૂર્ય ગ્રહ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. એવામાં જો આપની કુંડળીમાં રહેલ સૂર્ય નબળો હોય તો તેને શુદ્ધ ઘી, કેસર, ઘઉંથી બનેલ વસ્તુઓનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

ચંદ્ર ગ્રહ

ચંદ્રને મજબૂત કરવા માટે માત્ર જળ પૂરતું છે. એટલે ચંદ્રને જળ અર્પણ કરવું જોઇએ. સાથે જ રસદાર ફળ, શરબત, ચોખાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી આપની કુંડળીમાં રહેલ ચંદ્ર મજબૂત થાય છે.

મંગળ ગ્રહ

જો આપની કુંડળીમાં રહેલ મંગળ ગ્રહ નબળો હોય અને આપને અશુભ ફળ પ્રદાન કરતો હોય તો ગળી રોટલી હનુમાનજીને અર્પણ કરવી જોઇએ. સાથે જ લાલ ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવાથી આપની કુંડળીમાં રહેલ મંગળ ગ્રહ મજબૂત થાય છે.

બુધ ગ્રહ

આપની કુંડળીમાં રહેલ બુધ ગ્રહને અનુકૂળ કરવો હોય તો આપના દૈનિક જીવનમાં ધાણા, વરિયાળી, લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો જોઇએ. તેના સિવાય પણ સરગવાની શીંગો, ત્રિફળાનો ઉપયોગ કરવો જોઇએ તેમજ આ વસ્તુઓનું દાન કરવું પણ લાભદાયી બનશે.

ગુરુ ગ્રહ

જો કોઇ જાતકની કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ ફળ પ્રદાન કરી રહ્યો હોય તો તેમણે હળદર, કેસર અને કેળા જેવી પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઇએ. માન્યતા તો એવી છે કે આ દાન કરવાથી આપની કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ મજબૂત થાય છે.

શુક્ર ગ્રહ

જો આપની કુંડળીમાં રહેલ શુક્ર ગ્રહને આપ મજબૂત કરવા ઇચ્છતા હોવ તો આપે ચોખા, દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઇએ. આ સિવાય પણ મખાના અને ચોખામાંથી બનેલી ખીરનું સેવન કરવું જોઇએ. સફેદ વસ્તુઓનું સેવન કરવાથી આપની કુંડળીમાં રહેલ શુક્ર ગ્રહ મજબૂત થાય છે.

શનિ ગ્રહ

જો આપની કુંડળીમાં શનિ અશુભ ફળ પ્રદાન કરતો હોય તો સરસવનું તેલ, કલોંજી, કાળા તલનો દૈનિક જીવનમાં ઉપયોગ કરવો તેમજ આ વસ્તુઓનું જરૂરિયાતમંદને દાન કરવું જોઇએ. તેનાથી આપની કુંડળીમાં રહેલ શનિની અશુભ અસરો ઓછી થશે.

રાહુ-કેતુ ગ્રહ

રાહુ-કેતુ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે જાતકે સિરકો, રાસાયણિક પદાર્થો, મીઠું વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. તેના સિવાય જળમાં જવ પ્રવાહિત કરવાથી પણ રાહુદોષમાંથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles