શનિદેવને જ્યોતિષ શાસ્ત્રમાં ક્રૂર ગ્રહનું સ્વરૂપ માનવામાં આવે છે. જો શનિદેવ કોઈનાથી રિસાઈ જાય તો એણે જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. એવું નથી કે શનિદેવ દરેક વ્યક્તિથી નારાજ રહે છે. શનિદેવને કર્મફળ દાતા માનવામાં આવે છે, જે વ્યક્તિને કર્મોના હિસાબે ફળ આપે છે. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ સમર્પિત છે. આ દિવસે તમે શનિદેવના 5 મંત્રોનો જાપ કરી એમને પ્રસન્ન કરી શકો છો.
શનિદેવનો મહા મંત્ર
ૐ નીલાંજન સમાભસાં રવિપુત્રં યમાગ્રજમ
છાયામાર્તન્ડ સંભૂતં તં નમામિ શનેશ્વરમ.
2. શનિ ગાયત્રી મંત્ર
ઓમ ભગભવયા વિદ્મહે મૃત્યુરૂપાય ધીમહિ તન્નો શનિઃ પ્રચોદયાત
3. શનિનો બીજ મંત્ર
ઓમ પ્રાં પ્રીં પ્રૌં શનેશ્વરાય નમઃ
4. શનિ આરોગ્ય મંત્ર
ધ્વજિની ધામીની ચૈવ કંકાલી કલહપ્રિહા
કંકટી કલ્હી ચાઉથ તુરંગી મહિષી જા।
શનૈર્નામાનિ પત્નીનામેતાનિ સંજપન્ પૂમાન્.
દુઃખાની નાશ્યેનન્નિત્યં સૌભગ્યમદ્યતે સુખમં
5. શનિ દોષ નિવારણ મંત્ર
ઓમ ત્રયમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ.
ઉર્વારૃક મિવ બંધનાન મૃત્યોર્મોક્ષી મા મૃતાત
ઓમ શન્નોદેવીરાભિષ્ટયા અપો ભવન્તુ પીતયે શણ્યોરાભિશ્રવન્તુ ના.
ઓમ શં શનિચર્યાય નમઃ
આ રીતે મંત્રોનું ઉચ્ચારણ કરો
- શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે શનિવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરી નિવૃત થઇ જાઓ.
- આ પછી સ્વચ્છ કાળા રંગના કપડાં પહેરો. જો તમારી પાસે કાળા કપડાં નથી, તો ગ્રે, પર્પલ, સ્લેટી જેવા સમાન રંગોના કપડાં પહેરો.
- હવે નજીકના કોઈપણ શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો અને તેમને વાદળી રંગના ફૂલ ચઢાવો. ઘરે પાછા આવ્યા પછી, આસાન પર બેસીને ઉપરોક્ત મંત્રોનો જાપ કરો. તેનાથી શનિદેવ શાંત થઈ જાય છે અને જીવનમાં સુખ-સંપત્તિના આશીર્વાદ મેળવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)