વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનો બુધ શુભ સ્થિતિમાં હોય છે. એ વ્યક્તિની સુતેલી કિસ્મત જાગી જાય છે. આ સમયે બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે, આ સ્થિતિ એમની 30 સપ્ટેમ્બર 2023 સુધી બનેલી રહેશે. ગ્રહોનું એક રાશિમાંથી નીકળી બીજી રાશિમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા ગ્રહ ગોચર અથવા રાશિ પરિવર્તન કહેવાય છે.
જેની અસર માત્ર પૃથ્વી પર જ નહિ પરંતુ રાશિચક્ર ની તમામ 12 રાશિઓ પર પણ જોવા મળે છે. આ કઈ 4 ભાગ્યશાળી રાશિ છે જેના પર બુધ ગ્રહની કૃપા વરસે છે.
વૃષભ રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે બુધનું ગોચર શુભ માનવામાં આવે છે. વૃષભ રાશિના લોકોને રોકાયેલ ધન મળી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. માન-સન્માન વધશે, અટકેલા કામ પૂરા થઈ શકે છે. ઓફિસમાં તમારા બોસ તમારા કામથી ખુશ થશે અને તમારી પ્રશંસા કરશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મિથુન છે તેમના માટે બુધનું ગોચર નોકરીમાં પ્રગતિ લાવી રહ્યું છે. મિથુન રાશિના લોકો માટે વાહન ખરીદવાની સંભાવના છે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે, દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. લેવડ-દેવડમાં લાભ થવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ વૃશ્ચિક રાશિ છે તેમના માટે બુધનું ગોચર આવકમાં વધારો કરશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. જીવન સાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે, આ સમયમાં સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યું છે, તો સમય અનુકૂળ છે.
ધન રાશિ
વૈદિક જ્યોતિષમાં, જે લોકોની રાશિ ધન રાશિ છે, તેમના માટે બુધનું ગોચર નોકરીમાં પ્રગતિની તકો લાવી રહ્યું છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની તક મળશે. અચાનક ધન લાભ થવાને કારણે નાણાકીય સમસ્યાઓ દૂર થશે. શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)