જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તેના પરથી જ દરેક લોકોને શુભાશુભ ફળોની પ્રાપ્તિ થતી હોય છે. ઓગસ્ટ મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે, આ મહિને શુક્ર વક્રી ગતિથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. હાલ તેઓ સિંહ રાશિમાં વક્રી છે, તેથી ઉંધી ગતિથી તેઓ કર્ક રાશિમાં પાછા ફરશે. આ ગોચર 7 ઓગસ્ટના દિવસે થશે અને 2 ઓક્ટોબર સુધી શુક્ર કર્ક રાશિમાં જ રહેશે.
શુક્ર દેવ ધન વૈભવના કારક ગ્રહ છે. તેમનું વક્રી થવું અમુક રાશિઓ માટે ખૂબ ખર્ચાળ સાબિત થશે. આવો જાણીએ કઈ-કઈ રાશિને આ ગોચર થોડું સંભાળવા લાયક બની રહેશે.
કન્યા રાશિ
ગોચરના સમયગાળા દરમિયાન સમજદારીથી કામ કરો, નહીંતર તમારે ખોટા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગળા સંબંધિત અસ્વસ્થતા પરેશાન કરી શકે છે. બાળકો માટે તમે થોડા ચિંતિત દેખાઈ શકો છો. ખર્ચ વધી શકે છે અને બચત ઘટશે. મોટું આર્થિક જોખમ લેવાનું અથવા મોટું નાણાકીય રોકાણ કરવાનું ટાળો.
કર્ક રાશિ
શુક્ર સંક્રમણમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કોઈપણ રોકાણ નિર્ણય લેવાનું ટાળો. જીવનસાથીના પરિવાર સાથે અણબનાવ થવાની સંભાવના છે. ધન ખર્ચ વધી શકે છે શુક્રનું સંક્રમણ કર્ક રાશિના લોકો માટે અશુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં મોટી રકમનું રોકાણ કરવાનું ટાળો, નહીં તો નુકસાન થવાની સંભાવના છે.
કુંભ રાશિ
સાવચેત રહેવાની જરૂર છે. પાર્ટનરશીપમાં બિઝનેસ કરનારાઓને પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. પેટ, હોર્મોનલ અસંતુલન અથવા છાતીમાં ચેપથી પીડાઈ શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. વાતચીતના અભાવે ગેરસમજ વધવાની પણ સંભાવના છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)