સનાતન ધર્મમાં દરેક વારનું એક મહત્વ હોય છે. દરેક વારના એક અધિષ્ઠાતા દેવ પણ હોય છે, જેમની ભક્તિ કરવાથી તમને ચાર ગણુ ફળ પ્રાપ્ત થાય છે. હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે સોમવાર છે તો ખાસ કરીને મહાદેવનું પૂજન કરવું જોઈએ. આ દિવસે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાયો કરવાથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. જો તમે પણ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે આ ઉપાયો અવશ્ય કરો.
- જો તમે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માંગો છો તો સોમવારે ઉત્તર દિશા તરફ મુખ કરીને ભગવાન શિવની પૂજા કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.
- સોમવારે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરો. આમ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા સાધક પર વરસતી રહે છે.
- સોમવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો. આ પછી પાણીમાં મધ અને સુગંધ ઉમેરીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે.
- જ્યોતિષ અનુસાર સોમવારે ચોખાનું દાન કરવું શુભ છે. ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા પણ ચઢાવો. તેનાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. કુંડળીમાં ચંદ્ર બળવાન હોય ત્યારે મન પ્રસન્ન રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)