fbpx
Monday, January 20, 2025

માતા અન્નપૂર્ણા સમક્ષ લોટનો દીવો પ્રગટાવવાથી મળશે આર્થિક સમસ્યાઓથી છુટકારો!

સનાતન ધર્મમાં પૂજા પાઠ દરમ્યાન દીવો પ્રજવલિત કરવાનું વિશેષ મહત્વ છે. કોઇપણ દેવી-દેવતાની પૂજા માટે તેમની સમક્ષ દીવો પ્રજવલિત કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તો દરેક ઘરમાં પિત્તળ, તાંબા કે માટીના દીવોનો પૂજામાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલાક ઘરમાં લોકો લોટના દીવા પ્રજવલિત કરતા હોય છે. તો શું તમે જાણો છો કે લોટના દીવા કેમ પ્રજવલિત કરવામાં આવે છે.?

આપને જણાવીએ કે લોટના દીવા પ્રજવલિત કરવા કોઇ ચમત્કારથી ઓછું નથી. જો કે લોટના દીવા કોઇ વિશેષ કામના માટે જ પ્રગટાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જીવનની મોટામાં મોટી સમસ્યાનું સમાધાન એક લોટના દીવાથી આવી શકે છે. લોટના દીવાને લઇને કેટલીક માન્યતાઓ છે કે વિશેષ દિવસે અને વિશેષ પરિસ્થિતિમાં લોટના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.

કોઇ મનોકામનાની પૂર્તિ માટે લોટના દીવાની સંખ્યા જેમ કે 11 દિવસ, 21 દિવસ અને 31 દિવસ આ રીતની રાખવામાં આવે છે. તો ચાલો આજે આપને જણાવીએ લોટના દીવા સાથે જોડાયેલ કેટલાક વિશેષ ઉપાયો જે આપની મનોકામનાની પૂર્તિ કરશે

લોટના દીવાના વિશેષ ઉપાય

  • જો તમે આર્થિક પરિસ્થિતિથી પરેશાન છો તો આ પરિસ્થિતિમાં તમારે લોટના દીવા સળંગ 11 દિવસ સુધી પ્રજવલિત કરવાનો સંકલ્પ લેવો. આ દીવા માતા લક્ષ્‍મીની સમક્ષ નિત્ય પ્રગટાવવા જોઇએ. આ ઉપાયથી આપના ઘરની આર્થિક સ્થિતિ સુધરશે તેમજ આપને આવી રહેલ નાણાકીય સમસ્યાઓ પણ દૂર થશે. આ સિવાય આપ લોટમાં હળદર ઉમેરીને દેશી ઘીનો દીવો પ્રજવલિત કરો છો તો પણ આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.
  • જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બજરંગબલીની સમક્ષ લોટનો દીવો પ્રજવલિત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આપની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તેમજ આપ શનિદેવના પ્રકોપથી પણ દૂર રહો છો.
  • આ રીતે જ માતા અન્નપૂર્ણાને પણ લોટના દીવા પ્રજવલિત કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. બીજા દીવાની તુલનામાં લોટના દીવા ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
  • દેવું, લગ્ન, નોકરી, બિમારી, સંતાન સુખ, પોતાનું ઘર, ગૃહ કલેશ, દાંપત્યજીવનમાં વિવાદ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે લોટના દીવા કરવાનો સંકલ્પ લેવાથી આપની સમસ્યાઓ દૂર થાય છે.
  • કુંડળીમાં રહેલ રાહુ-કેતુના દોષને દૂર કરવા માટે ઘરના મંદિરમાં લોટના દીવા પ્રજવલિત કરવા જોઇએ. આ દરમ્યાન દીવામાં અળસીના તેલનો ઉપયોગ કરવો જોઇએ. તેના સિવાય શનિવારના દિવસે સરસવના તેલથી દીવો પ્રજવલિત કરવાથી શનિગ્રહ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
  • લોટના દીવા પ્રજવલિત કરવાથી આપની સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. આપની મનોકામનાની પૂર્તિ થઇ ગયા પછી આપે લોટના દીવા પ્રજવલિત કરવાનું બંધ ન કરવું જોઇએ. તમારે નિયમ અનુસાર દીવા પ્રજવલિત કરતા રહેવું જોઇએ. નહીં તો આગળના સમયમાં આપને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles