સનાતન ધર્મમાં દરેક વારનું એક મહત્વ છે. મંગળવારે ખાસ કરીને હનુમાનજીની ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તમે જેટલી કરી શકો તેટલી હનુમાનજીની ઉપાસના આજના દિવસે કરવી જ જોઈએ. હનુમાનજી એકમાત્ર કલીયુગના જીવંત દેવતા છે, તેમને રિઝવવા સરળ છે. આવો જાણીએ મંગળવારના કેટલાક સરળ ઉપાય જે તમે ઘરની પૂજામાં ટ્રાય કરી શકો.
- મંગળવારે સવારે સ્નાન કર્યા પછી, હનુમાનજીના મંદિરમાં જઈ દીવો પ્રગટાવો, માળા પહેરાવો, લાડુ ચઢાવો. ત્યારબાદ બને તેટલી વખત પૂર્ણ ભક્તિ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. પ્રગતિ અને સુખના માર્ગમાં આવતા અવરોધો જલ્દી દૂર થશે.
- સવારે મંદિરમાં જઈને બજરંગબલીને સિંદૂર ચઢાવો. દેશી ઘીનો દીવો પ્રગટાવો અને પછી સુંદરકાંડનો પાઠ કરો. આ ઉપાય સતત 11 મંગળવાર કરવાથી અકાળ મૃત્યુ, અકસ્માત-રોગનું જોખમ દૂર થાય છે.
- દર મંગળવારે વાંદરાઓને ગોળ, ચણા, મગફળી, કેળા ખવડાવો. જો આ શક્ય ન હોય તો, ગરીબ, જરૂરિયાતમંદ અથવા ભિખારીને ભોજન કરાવો. ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી આ કરવાનો પ્રયાસ કરો, તમારી આવક વધવા લાગશે.
- જો કુંડળીમાં શનિ અશુભ હોય, શનિની સાડા સાતી, ઢૈયા કે મહાદશા ચાલી રહી હોય અને જીવન પર તેની ખરાબ અસર પડી રહી હોય તો મંગળવારે 108 તુલસીના પાન પર પીળા ચંદનથી રામનું નામ લખો અને તેની માળા બનાવીને હનુમાનજીને પહેરાવો. તેનાથી શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવથી રાહત મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)