fbpx
Monday, January 20, 2025

શિવને અર્પણ કરેલ અખંડ અક્ષત આપશે અખંડ સૌભાગ્યનું સુખ!

ધર્મ ગ્રંથોમાં અક્ષતને ખૂબ પવિત્ર માનવામાં આવ્યા છે. અક્ષત વિના કોઇપણ પૂજા પાઠ પૂર્ણ માનવામાં નથી આવતી. જો પૂજામાં કોઇ સામગ્રીની અછત હોય તો ચાલી શકે છે તેની અવેજીમાં અક્ષતને ગણી લેવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં ક્યારેય તેમને હળદર અર્પણ નથી કરવામાં આવતી. આ રીતે ભગવાન ગણેશને તુલસીદળ અર્પણ નથી કરવામાં આવતું. દેવી દુર્ગાને પણ દૂર્વા અર્પણ નથી કરવામાં આવતી.

પરંતુ દરેક દેવી દેવતાને અક્ષત અચૂક અર્પણ કરવામાં આવે છે. તો ચાલો આજે આપને અક્ષતના અસરકાર ઉપાયો વિશે જણાવીએ.

ધન વૃદ્ધિ અર્થે

ધર્મ શાસ્ત્ર અનુસાર ખંડિત અક્ષત કોઇપણ પૂજા પાઠમાં અર્પણ ન કરવા જોઇએ. અક્ષત પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. એટલે ખંડિત અક્ષતને કોઇપણ સ્થિતિમાં અર્પણ ન કરવા જોઇએ. ભગવાનની પૂજામાં અખંડ અક્ષતનો જ ઉપયોગ કરવામાં આવે છે. નિત્ય 5 દાણાં અક્ષત અર્પણ કરવાથી આપના ધનમાં વૃદ્ધિ થાય છે.

માન સન્માનમાં વૃદ્ધિ અર્થે

શિવલિંગ પર અક્ષત અર્પણ કરવાથી શિવજી જલ્દી જ પ્રસન્ન થાય છે. આ સિવાય શિવજીને સ્વચ્છ અને અખંડ અક્ષત જ અર્પણ કરવા જોઇએ. માન્યતા તો એવી છે કે શિવભક્તો અખંડ અક્ષત અર્પણ કરે છે તો ભગવાન શિવ તેમના ભક્તોને અખંડ સૌભાગ્યના આશીર્વાદ અર્પણ કરે છે. સાથે જ તેમના માન-સન્માન, પદ-પ્રતિષ્ઠામાં વધારો કરે છે.

માતા અન્નપૂર્ણાના આશીર્વાદ

ઘરમાં માતા અન્નપૂર્ણાને અક્ષતના ઢગલા પર સ્થાપિત કરવા જોઇએ. કહેવાય છે કે તેનાથી ઘરમાં ધન અને વૈભવની અછત નથી રહેતી.

અખંડ આશીર્વાદ અર્થે

અન્નમાં અક્ષતને સૌથી ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે. સાથે જ અક્ષતને અન્નના દેવતા કહેવામાં આવે છે. જે જાતક અક્ષત સાથે કુમકુમ મિક્સ કરીને ભગવાનને અર્પણ કરે છે તેની પૂજા ભગવાન સ્વીકાર કરે છે અને જાતકને ભગવાનના અખંડ આશીર્વાદ મળે છે.

પ્રભુ કૃપા પ્રાપ્તિ અર્થે

પૂજામાં અક્ષતને એટલે અર્પણ કરવામાં આવે છે કે પૂજા અક્ષતની જેમ પૂર્ણ રહે. અન્નમાં અક્ષત શ્રેષ્ઠ હોવાના કારણે ભગવાનને અર્પણ કરતાં સમયે મનમાં એ જ ભાવ હોવો જોઇએ કે જે પણ આપને પ્રાપ્ત થયું છે તે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયું છે.

આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે

સુદ પક્ષ કે કોઇપણ માસની ચતુર્થીએ માત્ર 5 દાણાં અક્ષત શિવજીને અર્પણ કરવાથી આપને એક મુઠ્ઠી અક્ષત અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને માત્ર 5 દાણાં અક્ષત અર્પણ કરવાથી આપના જીવનની ધન સંબંધિત તમામ સમસ્યાનો અંત આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles