fbpx
Friday, November 15, 2024

આજે આ વસ્તુ ગણપતિને ચઢાવો, ધંધામાં આવશે તેજી

હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર, અઠવાડિયાના બધા જ દિવસે અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે. તે જ રીતે બુધવારનો દિવસ પણ ગૌરી પુત્ર ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશ વિધ્નહર્તા છે. ત્યારે માનવામાં આવે છે કે ભગવાન ગણેશ જે વ્યક્તિથી ખુશ થઈ જાય છે, તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

કોઈપણ શુભ કામ અથવા પૂજા શરુ કરતાં પહેલાં ભગવાન ગણેશનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે, જ્યાં ભગવાન ગણેશ હોય છે ત્યાં માતા લક્ષ્‍મી, રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભનો વાસ હોય છે. ત્યારે બુધવારના દિવસે કરવામાં આવતા ઉપાય ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. અહીં બુધવારના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.

– હિન્દૂ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો તમે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો છો અથવા તો વ્રત બાદ ભગવાન ગણેશની પૂજા કરો છો, આ પૂજા દરમિયાન ભગવાન ગણેશને દૂર્વા જરૂરથી અર્પણ કરવી જોઈએ. કહેવાય છે કે દૂર્વા વિના ભગવાન ગણેશની પૂજા અધૂરી ગણાય છે.

– શાસ્ત્રો અનુસાર, બુધવારના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવાની સાથે-સાથે ગાયને પણ લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિ પર ભગવાન ગણેશની કૃપા વરસે છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય, તો બુધવારના દિવસે કોઈ ગરીબને લીલી મગ દાળનું દાન કરવું જોઈએ. સાથે જ બુધવારના દિવસે લીલા રંગના કપડાં પહેરવા પણ શુભ માનવામાં આવે છે.

– બુધવારના દિવસે ઋણહર્તા ગણેશ સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા મળે છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધવારના દિવસે બુધ ગ્રહના બીજ મંત્ર ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः નો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એમ પણ કહેવાય છે કે બુધવારે બુદ્ધના બીજ મંત્રના જાપ કરવાથી માનસિક તણાવ ઘટે છે અને વ્યક્તિની એકાગ્રતામાં વધારો થવાની સાથે દરેક પરેશાની દૂર થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles