fbpx
Monday, January 20, 2025

આ ગણેશજીની પ્રિય રાશિઓ છે, રાશિના જાતકો પર રહે છે ખાસ કૃપા

હિન્દુ ધર્મમાં કોઈ પણ માંગલિક અથવા શુભ કામ કરતી સમયે સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. એની સાથે જ પ્રાર્થના કરે છે કે આગળ પણ આવી જ રીતે સફળતા મળતી રહે. શાસ્ત્રોમાં ગણેશજીને ભક્તોના દુઃખને દૂર કરી સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરવા વાળા દેવ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશને કેટલીક રાશિઓ ખુબ પ્રિય છે.

12 રાશિઓમાંથી આ ત્રણ એશ છે જેના પર હંમેશા ગણેશજીની કૃપા બનેલી રહે છે. આઓ જાણીએ આ રાશિઓ કઈ છે.

મેષ

આ રાશિના લોકો પર ભગવાન ગણેશની કૃપા રહે છે. આ રાશિનો સ્વામી મંગળ છે. ભગવાન ગણેશની કૃપાને કારણે આ રાશિના લોકો હિંમતવાન, બુદ્ધિશાળી અને દરેક બાબતમાં નિપુણ હોય છે. તે પોતાની બુદ્ધિમત્તાથી વડીલોને આશ્ચર્યચકિત કરે છે. ગણપતિજીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

મિથુન

આ રાશિના લોકો પર ભગવાન ગણેશ ખૂબ જ દયાળુ હોય છે. આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. આ કારણે આ રાશિના લોકો પર હંમેશા ગણપતિજીની કૃપા રહે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો તેણે ભગવાન ગણેશની પૂજા શરૂ કરી દેવી જોઈએ. ગણપતિજીની કૃપાથી આ રાશિના લોકોને સમાજમાં માન-સન્માન મળે છે. મહેનતનું પૂર્ણ ફળ મળવાની સાથે ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

મકર

ગણપતિની કૃપાથી આ રાશિના લોકો ખૂબ જ મહેનતુ અને દિલના સાચા હોય છે. ભગવાન ગણેશની કૃપાથી તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ લોકો ગભરાટ વગર દરેક સમસ્યા, પડકારને સરળતાથી પાર કરી લે છે. આ રાશિના લોકો વેપાર અને શિક્ષણ ક્ષેત્રે પોતાનો ધ્વજ લહેરાવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles