16 ઓગસ્ટ બુધવારના રોજ અધિક અમાસ છે. 19 વર્ષ પછી અધિક માસ અમાસ પર શુભ યોગ બનશે. આ વખતે અમાસની તિથિ 15 ઓગસ્ટના રોજ બપોરે 12.42 વાગ્યે લાગશે અને 16 ઓગસ્ટ બપોરે ખતમ થઇ જશે. અધિક માસ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિધાન છે. અનાથી પુણ્ય મળે છે અને પાપ દૂર થાય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. અધિક માસની અમાસના દિવસે તમે પિતૃઓને ખુશ કરવાના ઉપાય પણ કરી શકો છો. આ વર્ષની અમાસ પાંચ રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થશે.
વૃષભ: અધિક માસ અમાસ તમારી રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. તમને કામમાં સફળતા મળશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો. જો કે આ દિવસે વાદવિવાદથી દૂર રહેવું યોગ્ય રહેશે.
કન્યા: આ વર્ષની અધિક માસની અમાસ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને વેપાર કરતા લોકોને વધુ નફો મળી શકે છે. નોકરીયાત લોકોના નિર્ણયો સરાહનીય રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે. તે દિવસે તમે મિત્રો સાથે ફરવા જઈ શકો છો અને આનંદનું વાતાવરણ રહેશે.
તુલા: અધિક માસ અમાસ તમારી રાશિ માટે સારા સમાચાર લાવી શકે છે. તમને પ્રમોશન મળી શકે છે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની સંભાવના છે. જેઓ હજુ કુંવારા છે, તેમના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. કાર્યોમાં સફળતા મળશે અને ધનલાભ પણ થશે.
વૃશ્ચિક: અધિક માસ અમાસનો દિવસ વેપારી વર્ગ માટે શુભ સાબિત થઈ શકે છે. તેઓ કોઈ મોટી ડીલ મેળવી શકે છે અથવા મોટો નફો કરી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓને સફળતા મળશે. કર્મચારીઓ તેમના કામ સમયસર પૂર્ણ કરશે. પિતા તરફથી પૈસા મળવાની સંભાવના છે.
કુંભ: તમારી રાશિના લોકો માટે અમાસ ખુશીઓ લઈને આવશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. વેપારી લોકો માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. તમારું કાર્ય સફળ થશે. આ દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)