હિન્દુ ધર્મમાં શનિ દેવને ધર્મરાજ અને ન્યાયના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સપ્તાહના સાત દિવસમાંથી શનિદેવને શનિવારનો દિવસ સમર્પિત છે. આ દિવસે તેલમાં પોતાનો ચહેરો જોઈ શનિદેવના ચરણોમાં અર્પિત કરવાથી કુંડળીમાં લાગેલ શનિદોષનો પ્રભાવ ઓછો થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે જો ધર્મરાજ શનિદેવને કાળા તલ અર્પિત કરવાથી સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ પણ ઓછો થઇ શકે છે.
વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે. જો શનિવારના દિવસે તમને જણાવવામાં આવેલી કેટલીક વિશેષ વસ્તુ દેખાય તો એ સંકેત છે કે શનિદેવ તમારા ઉપર કૃપા વરસાવવાના છે.
કાળું કૂતરું જોવું: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારના દિવસે તમને કાળું કૂતરું દેખાય છે તો ખુબ શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કુતરાને ભોજન કરાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા પર કૃપા વરસાવે છે. એ ઉપરાંત જો તમે શનિવારના દિવસે કાળા કુતરાને તેલ વાળી રોટલી ખવડાવો છો તો રાહુ કેતુના આશીર્વાદ મળે છે.
ભિખારીનું દેખાવું: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારના દિવસે ભિખારી દેખાય તો એને ખાલી હાથ પાછો ન મોકલો. પોતાના સમર્થ પ્રમાણે કઈ દાન જરૂર આપો. આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા પર મહેબાન થઇ શકે છે.
કાળી ગાય દેખાવી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારે કાળી ગાય જુએ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન થવાના છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે.
કાગડાનું દેખાવું: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારના દિવસે કાળો કાગડો જુએ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
કાળા કાગડાને પાણી પિતા જોવું: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારે કાળા કાગડાને પાણી પિતા જોવે છે, તો તે તેનું નસીબ ચમકવાના સંકેત છે. તે વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થવાના છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)