fbpx
Monday, January 20, 2025

દર્દી: ડૉ.સાહેબ, દવા લેવા છતાં મને આખી રાત ઊંઘ નથી આવતી.😜😅😝😂🤪🤣

બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…
એક મિત્ર મરણ પથારીએ હતો ત્યારે બીજો મિત્ર કહે છે..
“તું મર્યા પછી સ્વર્ગમાં ક્રિકેટ છે કે
નહીં તે મને સપનામાં આવીને કહેજે….”
થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર ખરેખર
બીજા મિત્રના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું…
“એક સારા સમાચાર છે અને એક ખરાબ….
ક્યા સમાચાર પહેલા કહું ?”
બીજા મિત્રએ કહ્યું સારા પહેલા કહે…..
મૃત્યુ પામેલ મિત્રએ કહ્યું ,
“આનંદ ની વાત એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ છે…”
અને ખરાબ સમાચાર એટલે….
કાલની મેચમાં તને પણ સીલેક્ટ કર્યો છે
😜😅😝😂🤪🤣

દર્દી: ડૉ.સાહેબ,
દવા લેવા છતાં મને આખી રાત ઊંઘ નથી આવતી.
કોઇ ઉપાય કરો પ્લીઝ.
ડોકટર: એક કામ કરો.
રાત્રે સૂતી વખતે ઘેટાંની લાઈન જાય છે
એવી કલ્પના કરી ઘેટાં ગણવા માંડો.
થોડી વાર પછી મગજ થાકે એટલે ઊંઘ આવી જશે.
રાત્રે ૩ વાગે ડોક્ટરનો મોબાઈલ રણક્યો!
ડોકટરે ભરઊંઘમાંથી જાગીને ફોન ઉપાડ્યો.
દર્દી: સાહેબ,
અત્યાર સુધીમાં ૮૯ હજાર ત્રણસો સાડત્રીસ ઘેટાં ગણ્યા.
ક્યાં સુધી ગણું?
ડોકટર: હવે રહેવા દો. આગળના ઘેટાં હું ગણું છું!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles