સનાતન ધર્મમાં તુલસીના છોડને શુભ અને ધાર્મિક માનવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. તુલસી લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. તુલસીને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર પૂજાના ભોગમાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. તુલસી સાથે જોડાયેલ કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઘરમાં સુકાયેલી તુલસી ના રાખવી
ઘરમાં સુકી તુલસી રાખવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ સુકાઈ જાય તો નવો છોડ લગાવી દેવો જોઈએ. તુલસી સુકાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
કયા દિવસે તુલસીના પાન ના તોડવા
રવિવાર, અગિયારસ, બાર અથવા રાત્રિના સમયે તુલસીના પાન ના તોડવા જોઈએ અને ખરાબ હાથે તુલસીને અડકવું ના જોઈએ. .
સુકી તુલસીનો ઉપયોગ
શાસ્ત્રો અનુસાર સુકાયેલી તુલસીને અશુભ માનવામાં આવે છે. આ કારણોસર તુલસી સુકાઈ ગયા પછી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા માટીમા દાટી દેવી જોઈએ.
તુલસીનું યોગ્ય સ્થાન
તુલસી યોગ્ય દિશા અને યોગ્ય સ્થળે હોવી જોઈએ. જે સ્થળે તડકો અને પ્રાકૃતિક તત્ત્વો પ્રાપ્ત થતા હોય તે જગ્યાએ તુલસી લગાવવી જોઈએ.
તુલસી પગ નીચે ના આવવી જોઈએ
તુલસીના પાન પગ નીચે ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસી તૂટી ગઈ હોય તો તેને જમીનમાં દાટી દેવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)