આ વર્ષે 4 સપ્ટેમ્બર 2023ના દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવાશે. આ પાવન દિવસે નાગ દેવતા અને ભોલેનાથની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નાગ દેવતા ભગાવન શિવજીના અત્યંત પ્રિય ભક્ત માનવામાં આવે છે, તેથી નાગ પંચમીના દિવસે સાંપની પૂજા કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ દિવસે નાગની પૂજા કરવાથી કાલસર્પ દોષમાંથી પણ છૂટકારો મળે છે.
શેષનાગ
શેષનાગ ભગવાન વિષ્ણુના ખૂબ જ પ્રિય ભક્ત અને સેવક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, પૃથ્વી શેષ નાગના ફેણ પર ટકી છે.
નાગ વાસુકી
ધાર્મિક માન્યતાઓ અનુસાર, નાગરાજ વાસુકી ભગવાન ભોલેનાથના પ્રખર ભક્ત હતા. સર્પ વાસુકીનો સમુદ્ર મંથન દરમિયાન દોરડા તરીકે ઉપયોગ થતો હતો. સમુદ્ર મંથન દરમિયાન નાગરાજ વાસુકી ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમની ભક્તિ જોઈને શિવે તેમને પોતાના ગળામાં સ્થાન આપ્યું હતું.
શંખ નાગ
શંખ નાગને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવે છે. જે વ્યક્તિ નાગ પંચમીના દિવસે તેમની પૂજા કરે છે તેને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
કુલિગ નાગ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કુલિક નાગ બ્રાહ્મણ કુળના માનવામાં આવે છે. કુલિક નાગની પૂજા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
તક્ષક નાગ
માન્યતાઓ અનુસાર તક્ષક પાતાળ લોકના 8 પ્રમુખ સાપમાંથી એક છે. તેમને સર્પરાજ પણ કહેવામાં આવે છે. તક્ષક નાગની પૂજા અને રુદ્રાભિષેક કરવાથી સર્પદંશની અનિષ્ટથી મુક્તિ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)