હિન્દુ શાસ્ત્રમાં દરેક વારનું ખૂબ મહત્વ છે. દરેક વારના અધિષ્ઠાતા દેવ છે. રવિવારના અધિષ્ઠાતા દેવ સૂર્ય દેવ છે. આ દિવસે જેટલી બને તેટલી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય દેવ જ્યોતિષમાં આત્માના કારક ગ્રહ છે. તેમની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે. સૂર્યદેવ સામાજીક પદ પ્રતિષ્ઠા અપાવે છે. તમે પણ ઈચ્છતા હોવ કે હું જ્યાં જઉં ત્યાં મને લોકો માનથી બોલાવે તો સૂર્યદેવનું કુંડળીમાં મજબૂત હોવું ખૂબ મહત્વની વાત છે.
આવો જાણીએ રવિવારે ક્યા ઉપાયોથી સૂર્યદેવને પ્રસન્ન કરી શકાય.
- જો તમે રવિવારે ઘરની બહાર ધંધો કરવા અથવા પૈસા સંબંધિત કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો પહેલા માતા ગાયની પૂજા કરો અને પછી તેમને ખવડાવો.
- આર્થિક સંકટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં કંકુ મિક્સ કરીને રવિવારે વડના ઝાડ પર અર્પણ કરો. આ ઉપાયને નિયમિત કરવાથી તમને પૈસા મળવા લાગશે.
- સંપત્તિ વધારવા માટે, રવિવારે રાત્રે તમારા ઓશિકા પાસે એક ગ્લાસ દૂધ રાખો અને સવારે વહેલા ઉઠીને એટલે કે સોમવારે સ્નાન કર્યા પછી તેને બાવળના ઝાડમાં પ્રવાહિત કરો. આ ઉપાય તમારા જીવનમાં પૈસા બચાવવા માટે ઉપયોગી થશે.
- રવિવારે સવારે સ્નાન કર્યા પછી સૌપ્રથમ સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો. આ ઉપાય કરવાથી પૈસાની સમસ્યા દૂર થઈ જશે.
- રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાની સાથે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો અને વિવિધ સૂર્ય મંત્રોનો જાપ કરો. આ ઉપાય તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે.
- શુદ્ધ કસ્તુરીને પીળા રંગના કપડામાં લપેટીને રવિવારે તિજોરીમાં રાખવાથી પણ પૈસા સંબંધિત સમસ્યા દૂર થાય છે.
- રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે કપાળ પર ચંદનનું તિલક લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)