fbpx
Thursday, November 14, 2024

7 ઓગસ્ટના રોજ કર્ક રાશિમાં દુર્લભ ઘટના સર્જાશે, આ રાશિના જાતકોએ રહેવું સતર્ક

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહને ભૌતિક સુખ સંપદાનો દાતા માનવામાં આવે છે. જે રાશિના જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે તેઓ રોયલ અને એસો આરામનું જીવન જીવે છે. શુક્ર ગ્રહ 7 ઓગસ્ટ 2023ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે ત્યાર બાદ 8 ઓગસ્ટના રોજ અસ્ત થઇ જશે.

આ ગ્રહનું કર્ક રાશિમાં વક્રી થઇ અસ્ત થવું જ્યોતિષમાં એક દુર્લભ ઘટના માનવામાં આવે છે.

આ દુર્લભ ઘટનાથી દરેક રાશિના જાતક પ્રભાવિત થાય છે. આ દરમિયાન 4 એવી રાશિ છે જેમણે સતર્ક રહેવાની જરૂરત છે.

મિથુન: શુક્ર ગ્રહ મિથુન રાશિના જાતકોની કુંડળીમાં પાંચમા અને બારમા ઘરના સ્વામી માનવામાં આવે છે. શુક્રનું વક્રી થઇ બીજા ઘરમાં અસ્ત થવું મિથુન રાશિના જાતકો માટે પ્રેમ સબંધોમાં નિરાશા અને સંઘર્ષ લઇને આવશે. આ દરમિયાન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે. આ ફેરફારની અસર આઠમા ઘર પર જોવા મળશે જેના કારણે બ્રેકઅપ થવાનો યોગ બની રહ્યો છે. આ સમયમાં મિથુન રાશિના જાતકોએ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કર્ક: શુક્રને કર્ક રાશિના લોકો માટે ચોથા અને અગિયારમા ઘરનો સ્વામી માનવામાં આવે છે. આ સમયે, શુક્ર ગ્રહ કર્ક રાશિના પ્રથમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ચર્ચાઓને બને તેટલું ટાળો નહીંતર આ સ્થિતિ મોટું સ્વરૂપ લઈ શકે છે.

મકર: મકર રાશિના લોકોની કુંડળીમાં શુક્રને પાંચમા અને દસમા ઘરનો સ્વામી માનવામાં આવે છે. શુક્ર મકર રાશિના સાતમા ઘરમાં વક્રી થઇ અસ્ત થશે. જેના કારણે મકર રાશિના લોકોના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે, પતિ-પત્ની વચ્ચે મતભેદ પણ થઈ શકે છે.

મીન: જે લોકોની રાશિ મીન રાશિ છે તેમની કુંડળીના ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી શુક્ર માનવામાં આવે છે, જે પાંચમા ભાવમાં અસ્ત થશે. આ દરમિયાન મીન રાશિના લોકોના પ્રેમ સંબંધો પર નકારાત્મક અસર જોવા મળશે. આ દરમિયાન જીવનસાથી સાથે અવિશ્વાસ અને બ્રેકઅપની સ્થિતિ પણ આવી શકે છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles