હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને આ મહિનો ખૂબ જ પ્રિય છે. ઘણી જગ્યાએ આ મહિનાને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
સાથે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત આ સમય દરમિયાન ભગવાન શિવની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે ભોલેનાથના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
આવી સ્થિતિમાં આ સમય દરમિયાન તમે કેટલાક ખાસ ઉપાય કરીને ભગવાન શિવની કૃપા મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
1. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જલાભિષેક કરો અને આ સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
2. તાંડવ સ્ત્રોતનો પાઠ કરો
શ્રાવણ મહિનામાં નિયમિત રીતે શિવ તાંડવનો પાઠ કરો. આમ કરવાથી જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી. બ્રહ્મ મુહૂર્તમાં શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
3. પારદ શિવલિંગને ઘરે લાવો
જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે આ મહિનામાં પારદ શિવલિંગને તમારા ઘરમાં લાવો. ત્યારબાદ તેની નિયમિત પૂજા કરો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તેની સાથે જ ભગવાન શિવની કૃપા પણ બની રહેશે.
4. શમીનો છોડ ઘરમાં લગાવો
વાસ્તુશાસ્ત્રમાં શમીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે. ખાસ કરીણએ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે આ છોડને ઘરે લાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે.
5. રૂદ્રાક્ષ ધારણ કરો
ભગવાન શિવને રૂદ્રાક્ષ ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે તેમના પર ભોલેનાથની કૃપા વરસે છે. રુદ્રાક્ષ નકારાત્મક અસરોને દૂર કરે છે સાથે જ વ્યક્તિના મનને પણ શાંત કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)